મનુષ્ય નાની મોટી સમસ્યા જોઇને ડરી જાય છે. તેથી તેનું મન વિચલિત થઇ જાય છે અને તેને કોઈ રસ્તો નથી સુજાતો. વ્યક્તિ કોઇપણ મોટી સમસ્યા સામે લડી લે છે. પરંતુ જ્યારે વ્યક્તિ પર આર્થિક સમસ્યા આવી પડે ત્યારે તે વ્યક્તિ હારી જાય છે.આજે અમે જણાવીશું કેટલાક આસન અને સરળ ઉપાયો જેનાથી જીવનની દરેક તફ્લીફો થશે દુર.
ઘરમાં સામાન્ય રીતે આપણે પૂજન દરમિયાન રોજ દિવો કરીએ છીએ. સવારે તો સૂર્ય નારાયણ સાક્ષાત તપતાં હોય છે.તેથી અંધકારને સ્થાન જ નથી હોતું. જ્યારે દિવસ અને રાત્રિનું મિલન થતું હોય તે ચારેય વેળા કાળે એટલે કે સંધ્યાટાળે દિવો કરવો જોઈએ. આમ કરવાથી યમરાજના આશીર્વાદ મળે છે. તેનાથી ઘરમાં કોઈનું અપમૃત્યુ થતું નથી.
દરરોજ ઘરમાં દિવા કરવાથી અનેક દુષ્પ્રભાવ માંથી બચી જવાય છે. રાત પડે ત્યારે નકારાત્મક શક્તિઓ હાવી થઈ જતી હોય છે. જો ઘરમાં દિવો ન થાય તો અંધકાર રહે છે. તેથી નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ માટે મોકળું મેદાન મળી જાય છે.અગ્નિ એટલે કે પ્રકાશ એ તેમના માટે પ્રાણઘાતક હોય છે.
તેથી જ્યાં પણ પ્રકાશ હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે. તેથી ખાસ કરીને સંધ્યા ટાળે ઘરમાં દિવો કરવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહેતી રહે છે.ઘરમાં પૂજા સ્થાન પર રોજ સાંજે દિવો કરવો જોઈએ. ક્યારેક દિવો કરીને પછી લાઈટ બંધ કરીને બેસજો. મનને એક શાંતિનો અનુભવ થાય છે.
શરીર એક દિવ્યતાનો અનુભવ કરે છે. મનના અનેક ભાવો સ્થિર થઈ જાય છે. અને પરમ તત્ત્વની હાજરીનો અહેસાસ થાય છે.સંધ્યા ટાળે ઘરમાં દિવો કરો તો ફૂલ વાટને કરવો અને બે દિવા કરવા. ક્યારેય આડી વાટનો દિવો ભગવાન પાસે કરવો નહિં. અખંડ દિવો હોય તો જ આ઼ડીવાટનો દિવો કરવો.
બસ ખાલી આટલી નાનીનાની વાતોનું જો ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં આવનારી અનેક સમસ્યાઓ આપનાથી દુર રહે છે.
Leave a Reply