વાસ્તુશાસ્ત્ર મુજબ જે ઘરમાં હોય છે આ પ્રાણીની જોડી એ જીવનમાં ખુબ જ કામયાબ થાય છે.

લોકો એમના શોખ માટે જાનવરને પાળે છે પરંતુ લગભગ એ લોકો એ નથી જાણતા કે જાનવરને પાળવાથી ધનની વર્ષા થાય છે, આજે અમે તમને જણાવીશું કે ક્યાં ક્યાં જાનવરને પાળવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ એ જાનવર વિશે.

કુતરું:ઘણા લોકો કુતરાને જોઇને એના પર પથ્થર મારે છે અથવા એને ડરાવીને દુર કરવાની કોશિશ કરે છે પરંતુ તે એ નથી જાણતા કે કુતરા જ ધન પ્રાપ્તિનું સૌથી સારું માધ્યમ છે. કુતરાને ઘરમાં પાળવાથી અને સવાર સાંજ રોટલી ખવડાવવાથી ઘરનું આયુષ્ય વધે છે અને ખુબ જ ધનની પ્રાપ્તિ પણ વધે છે. કુતરો ભગવાન ભૈરવનાથનો સેવક માનવામાં આવે છે.

કાચબો: વાસ્તુશાસ્ત્ર મુજબ કાચબાને પાળવાથી ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબો માં લક્ષ્મીનું વાહન છે. એવું માનવામાં આવે છે કે જ્યાં કાચબો રહે છે ત્યાં માં લક્ષ્મીનો પણ વાસ હોય છે. ઘરમાં પીતળનો કાચબો રાખવો એ પણ શુભ માનવામાં આવે છે.

દેડકો: ઘરમાં બીમારીને દુર કરવા માટે દેડકો પાળવો ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં દેડકો પાળવાથી બીમારી તો દુર થાય જ છે અને સાથે ઘરમાં સમૃદ્ધિનો પણ વાસ રહે છે. જો તમે સજીવ દેડકો ન પાળી શકો તો ઘરમાં પીતળનો દેડકો રાખી શકો છો. દરરોજ ઘરમાંથી નીકળતા પહેલા દેડકાને જોવો શુભ માનવામાં આવે છે.

માછલી: માછલી પાળવી એ પણ ધન પ્રાપ્તિ નો સારો સ્ત્રોત છે. ઘરમાં સોનેરી રંગની માછલીને રાખવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે માછલીને કંઇક ખવડાવવાથી ગ્રહ દશા પણ દુર થઇ જાય છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે.

સસલું: સસલું જોવામાં ખુબ જ સુંદર તો હોય છે સાથે એને પાળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. જે ઘરમાં સસલાની જોડી હોય છે ત્યાં ખોટા ઝગડા નથી થતા એટલા માટે જે ઘરમાં સસલાની જોડી હોય છે એ જીવનમાં ખુબ જ કામયાબ થાય છે.

પોપટ: ઘરમાં પોપટ પાળવાથી ઘરમાં આવવાની પરેશાનીની ખબર પહેલા જ પડી જાય છે અને વ્યક્તિ જે સંકટ આવવાનું છે એના માટે પહેલાથી જ તૈયાર થઇ શકે છે પોપટ પાળવાથી ઘરમાં ખુશી આવે છે.

ઘોડો: ઘોડો પાળવો એ રહીશોનો શોખ માનવામાં આવે છે. પરંતુ સચ્ચાઈ તો એ છે કે જ્યાં ઘોડા હોય છે ત્યાં ધનની અછત ક્યારેય નથી થતી. વાસ્તુ મુજબ ઘર અથવા ઓફિસની દક્ષિણ- પૂર્વ બાજુ ઘોડો રાખવાથી અથવા ઘોડાની પ્રતિમા રાખવાથી ધનની પ્રાપ્તિની સાથે સફળતાની પ્રાપ્તિ પણ થાય છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *