સીરિયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ ની સ્ટોરીમાં એવો સમય આવી ગયો છે જ્યારે વિરાટની આંખ પરથી પટ્ટી હટાવવાની છે.વિરાટને ખબર પડશે કે સાઈએ ક્યારેય તેના સિવાય કોઈને પ્રેમ નથી કર્યો. જોકે, સત્ય સામે આવ્યા બાદ પણ વિરાટ આ વાત સ્વીકારવા તૈયાર નથી.
સીરીયલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં લેટેસ્ટ એપિસોડ’માં વિરાટ અને પાખી પરિવાર સાથે વિનાયકના રેસમાં જીતવાની ઉજવણી કરે છે.બીજી તરફ સાઈએ શહેર છોડવાનો નિર્ણય કર્યો.જોકે, સાઈ ઈચ્છે તો પણ શહેર છોડી શકશે નહીં.
નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા સ્ટાર અભિનિત સીરીયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં અપકમિંગ એપિસોડમાં પાખી વિરાટને પ્રપોઝ કરવાનો પ્રયાસ કરશે. પાખી નક્કી કરશે કે તે વિરાટને તેના દિલની વાત કહેશે. બીજી તરફ વિનાયક વિરાટને સાવીના કાગળો પર સહી કરાવવા માટે મળશે. વિનાયક સાવીને પોતાની બહેન બનાવવાનો આગ્રહ કરશે.
ટીવી કોરિડોરના સમાચાર પ્રમાણે માનીએ તો પાખી તેના દિલમાં શું છે તે વિરાટને કહી શકશે નહીં. ટૂંક સમયમાં જ જગતાપ દારૂ પીને પાર્ટીમાં પહોંચશે.જગતાપ દારૂના નશામાં વિરાટ સાથે વાત કરશે. વિરાટ જગતાપને ખૂબ માર મારશે..પાખી જગતાપને બચાવવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન જગતાપ બધાને કહેશે કે સાવી વિરાટની દીકરી છે.
સાઈ રાત્રે તેનું ઘર છોડીને બીજા શહેર જવા રવાના થશે.વિરાટ સાઈની પાછળ સાવીને શોધવા જશે. વિરાટ સાઈ અને સાવીને જવા દેશે નહીં. વિરાટ સાવીને ચવ્હાણ હાઉસ લઈ જશે. સાઈ સાવીને મળવાનો પ્રયત્ન કરશે. આમ કરવાથી સાંઈ જેલમાં પહોંચી જશે. સાવીનું અપહરણ કરવા બદલ વિરાટ સાઈને જેલમાં ધકેલી દેશે
Leave a Reply