ખીલની સમસ્યાથી બચવા માટે લોકો અનેક ઘણી મહેનત કરતા હોય છે. તેમ છતા તેમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી.હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે જેથી ચહેરાને સુંદર બનાવવો પણ એટલું જ જરૂરી છે અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે.
આપણે ફળ ખાધા બાદ ફળની છાલ ફેંકી દઇએ છીએ પણ ફળની સાથે સાથે તેની છાલમાં પણ પોષક તત્વો રહેલા હોય છે. એવામાં ફળની છાલમાંથી તૈયાર કરવામાં આવેલા ફેસપેકને લગાવવાથી ચહેરાની સુંદરતા વધવાની સાથે સાથે સ્કીનને લગતી ઘણી મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકાય છે.
તો ચાલો જાણીએ, એવા કયા 3 ફળ છે જેની છાલ વડે તમે સુંદરતામાં વધારી શકો છો.સંતરાની છાલને ચહેરા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ છાલને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરી લેવો. આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવી લેવું.અડધા કલાક પછી ચહેરાને સાફ કરી લેવું.
આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું.સફરજનની છાલ પણ બહુ જ ફાયદાકારક છે. સફરજનની છાલનો ફેસપેક બનાવવા માટે, અગાઉ સફરજનની છાલને તડકામાં સૂકવી લો તેમજ પાવડર તૈયાર કરો. એ પછી જરૂરીયાત અનુસાર ટેબલ સ્પુન સફરજનની છાલ પાવડર, 1 ટેબલ સ્પુન ઓટ્સ પાવડર તેમજ દહીંનું મિશ્રણ કરો. તૈયાર કરેલ ફેસપેકને હળવા હાથ વડે માલિશ કરો
તેમજ તેને ચહેરા તેમજ ગળા પર 15 થી 20 મિનિટ સુધી માટે લગાવો. એ પછી તેને તાજા પાણી વડે ધોઈ લો. આ કરવાથી સ્કીનમાં ચમક આવી જશે.દાડમની છાલથી તૈયાર ફેસપેક લગાવવાથી ચહેરાનાં ફોલ્લીઓ, ડાઘ, કરચલીઓ તેમજ ડાર્ક સર્કલ પણ દૂર થાય છે. સ્કીનને ઉંડે સુધી પોષિત કરી ડેડ સ્કિનને સાફ કરીને નવી સ્કીન લાવે છે.
આ સિવાય, સ્કીનનું પીએચ સ્તરનું સંતુલન રાખવાથી ગુલાબી ગ્લો મેળવવામાં પણ મદદરૂપ થાય છે. દાડમનો ફેસપેક બનાવવા માટે, એક બાઉલમાં 1 ટેબલ સ્પુન દાડમની છાલનો પાવડર તેમજ 2 ટેબલ સ્પુન ગુલાબજળ મિશ્રણ કરો. તેને 15 મિનિટ સુધી ચહેરા ઉપર લગાવો તેમજ ચહેરાને સાદા પાણી વડે ધોઈ લો.
મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે…
ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…
ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…
ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…
ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…
ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…