જ્યારે પણ કોઇને હેડકી આવે તો એ એમ કહે કે કોઇ મને યાદ કરે છે. અમે તમને જણાવી દઇએ કે કોઇના યાદ કરવાથી હેડકી નથી આવતી. આ એક વાયુવિકાર પ્રકાર નો રોગ કહી શકાય. આજના લેખ ના માધ્યથી આપને હેડકિ આવવાનુ કારણ તેમજ તેનો ઇલાજ વિશે વિસ્તારપુર્વક જણાવશુ, તો ચાલો જાણી લઇએ હેડકી આવવાના કારણો અને તેના ઉપાય વિશે.
છાતી અને પેટની વચ્ચેની માંસપેશિઓ સંકોચાઇ જાય તો આપના ફેફસા તાજી હવા ખેંચવાનો પ્રયાસ વધારી છે અને આપણને શ્વાસ લેવામા થોડી તકલિફ થાય છે જેથી પેટની હવા મોઢે થી હેડકી ના રુપે બહાર આવે છે. આવી પરેશાની નિચેના કારણો થી થાય છે.
- નાના બાળકો મા વધુ પડતુ રોવાથી કે તાવ આવવાથી પણ હેડકીની સમસ્યા ઉદભવે છે.
- ઉતાવળ મા કરેલુ ભોજન
- ધુમ્રપાન ને કારણે
- પેટમા થયેલા ગેસને લિધે.
- એસિડીટી
- વધુ પડતી દારુના સેવનના કારણે
- પેટ કે આંતરડાની બિમારી
- અમુક દવાઓની એલર્જી
- ક્યારેક વધુ પડતુ દુધ પી લેવાથી પણ હેડકી આવી શકે છે
ઉપાયો
- પાંચ એલચી ને છાલ સાથે પીસીને બે ગ્લાસ પાણીમા ઉકાળી લેવી પછી તેને ગાળીને તે પાણી પીવુ.
- છિંક આવવાથી હેડકી બંધ થઈ જાય છે, તો કોઇપણ રીતે છીંકવાની કોશિશ કરવી.
- તાજા આદુ ના નાના ટુકડાઓ કરીને તેને ચુસવાથી વારેવારે આવતી હેડકી મા આરામ મળે છે
- ઠંડાપાણી થી નહાવાથી હિંચકી જતી રહે છે
- તજનો ટુકડો મોઢામા મુકીને ચુસવાથી પણ હેડકી જતી રહે છે.
- ખાંડ ખાવાથી હેડકી માં આરામ મળે છે.
- લાંબા શ્વાસ લેવાથી હેડકી આવતી અટકી જાય છે.
Leave a Reply