આંગળીઓમાં ટચાકા ફોડયા પછી હાથ ને ઘણો આરામ મળે છે જેને કારણે ઘણા લોકો વધારે આંગળીઓમાં ટચાકા ફોડવા લાગ્યા છે. ઘણા લોકોને જાતેજ આંગળીઓને ફોડવી કે આંગળીઓ માં ટચાકા ફોડવાની આદત હોય છે. કોઈપણ વ્યકિત જયારે કામ કરીને થાકી જાય એટલે સૌથી પહેલા આંગળીના ટચાકા ફોડતા હોય છે.
ટચાકા ફોડવાથી આંગળીઓને થોડો આરામ જરૂર મળે છે અને એની સાથે લોકો મનથી પણ થોડી શાંતિ અનુભવે છે. પરંતુ શું તમને ખબર છે કે વારંવાર ટચાકા ફોડવાથી લાંબા ગાળે આંગળીઓ અસક્ષમ બની જાય છે. આ ટેવ વિષે કોઈ કોઈ શીખવતું પણ નથી. છતાં પણ આ ટેવ જાતે જ પડી જાય છે.
સવારે ઉઠીને ગરદન, હાડકાના ટચાકા ફોડતા જોવા મળે છે. પરંતુ આવી રીતે આંગળીઓનાં કડાકા બોલાવવા ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. આ ટેવ એક ભયાનક રોગને પણ જન્મ આપી શકે છે. જો તમને પણ તે ટેવ હોય તો આવી રીતે છોડી શકો છો પોતાની આ ટેવ.હાથ-પગની આંગળીઓનાં ટચાકા ફોડવાથી સાંધાની આસપાસનાં મસલ્સ અને હાથને પણ આરામ મળે છે, પરંતુ લાંબા ગાળે મોતી બિમારીનો ભોગ પણ બને છે. આપણા હાડકા લીગામેંટ સાથે એક બીજા જોડે સંકળાયેલ હોય છે. જેને સાંધા કહેવાય છે.
સાંધાની વચ્ચે એક લિકવીડ પણ હોય છે.ટચાકા ફોડવાથી આ લિકવીડ ઓછુ થાય છે. આ લિકવીડ સાંધામાં ગ્રીસ સમાન હોય છે.જે હાડકાને એક બીજા સાથે ઘસાતા અટકાવે છે. ત્યારે વારંવાર ટચાકા ફોડવાથી આ દ્રવ્ય ઓછુ થાય છે. અને સાંધાની પકડ નબળી થતી જાય છે. તેમજ લાંબાગાળે ગઠીયાના રોગનું કારણ બને છે.
સામાન્ય રીતે જોવામાં આવતા ટચાકા ફોડવાની આદતને અટકાવવી ખૂબ જ જરૂરી હોય છે.ટચાકા ફોડવાની ટેવ દૂર કરવા માટે તમને જયારે આંગળીઓ રિલેકસ કરવાનો વિચાર આવે ત્યારે તમે તમારા મનને બીજા કામમાં પોરવી શકો છો. ઘણા લોકો જયારે નવરાશની પળોમાં, આરામદાયક સ્થિતિમાં હોય ત્યારે પણ ટચાકા ફોડતા હોય છે.
આવા સમયે આંગળીઓને અન્ય એક્ટીવીટી કરાવવી જોઈએ, જેથી કરીને તમારૂ મન બીજી પ્રવૃત્તિઓ માં લાગશે અને તમે ટચાકા ફોડવાનું ભૂલી જશો.ટચાકા ફોડવાની આદત તમને લાંબાગાળે નુકશાન કરી શકે છે. એટલે કે આ આદતના કારણે વ્યકિતના આંગળા મોટી ઉંમરે સારી રીતે કામ કરી શકતા નથી તેમજ આંગળીઓમાં દુ:ખાવો પણ થાય છે.
નાનુ કે મોટુ કોઈ પણ કામ હાથની આંગળીઓ મારફત જ થતું હોય છે એટલા માટે આંગળીઓને સક્ષમ રાખવી ખૂબ જરૂરી છે. તેથી ટચાકા ફોડવાની અત્યંત ગંભીર આદતને અટકાવવી જ જોઈએ.
Leave a Reply