સીરિયલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ના મેકર્સે સ્ટોરીમાં જબરદસ્ત ટ્વિસ્ટ બતાવ્યો છે જેણે પ્રેક્ષકોને દંગ કરી દીધા છે.તાજેતરમાં જ વિરાટને જગતાપ પાસેથી ખબર પડે છે કે સાવી બીજું કોઈ નહીં પણ તેની અને સાઈની દીકરી છે.જે પછી વિરાટે સાઈને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છેં અને સાવીને સાઈથી અલગ કરી દીધી.આગામી એપિસોડમાં, બતાવવામાં આવશે કે વિરાટ સાવી સાથે ચવ્હાણ હાઉસ પહોંચશે, જે ઘરના તમામ સભ્યોને આશ્ચર્યચકિત કરશે.
બીજા દિવસે સવારે, સાઈ ચવ્હાણ હાઉસની બહાર આવે છે અને તમાશો શરૂ કરે છે અને તેની દીકરીને પાછી લઇ જવા માટે બૂમો પાડવા લાગે છે. જે બાદ ચવ્હાણ હાઉસની બહાર હાજર પોલીસકર્મીઓ સાંઈને પકડી લે છે.આવામાં ઘરના બધા સભ્યો બહાર આવે છે અને સાંઈને આ હાલતમાં જોઈને પાખી તેની મદદ કરવા આગળ વધે છે અને પૂછે છે કે આ પોલીસવાળા ઘરની બહાર કેવી રીતે આવ્યા? આમાં તેને જવાબ મળે છે કે વિરાટે પોતે જ આ પોલીસકર્મીઓની ડ્યુટી લગાવી છે અને કહ્યું છે કે જો કોઈ મહિલા આવીને તમાશો કરે તો તેને અરેસ્ટ કરી લે..
વિરાટ જયારે આવે છેં ત્યારે સાઈ ઘરની બહાર તમાશૉ કરી રહી છે. જે પછી સાઈ પોતાની દીકરી સવી વિશે બોલતા જ વિરાટે કહી દેં કે સાવી તેની દીકરી છે. વિરાટની આ વાત સાંભળીને પાખી ચોંકી જાય છે અને વિરાટની આઈ તેને સમજાવવા લાગે છે.વિરાટ બધાની સામે કહે છે કે સાવી તેની પણ દીકરી છે, ખાલી સાઈની નહીં.આ પછી પોલીસકર્મીઓ સાંઈની ધરપકડ કરે છે. વિરાટે સાઈને કહ્યું કે તેં ફરજ પરના પોલીસકર્મી સાથે ગેરવર્તન કર્યું છે અને મારી દીકરી સાવીનુ પણ અપહરણ કર્યું છે. સાઈ કહે છે કે મારી દીકરી મને પાછી આપી દો મને ન્યાય જોઈએ છે પણ વિરાટ તેની વાત સાંભળતો નથી અને પોલીસ સાઈને લઈ જાય છે.
બીજી તરફ, આગામી એપિસોડમાં જોવા મળશે કે સાઈ જેલમાં જાય છેં અને તેં ખાવા પીવાનું છોડી દેશે અને સાવી પણ સાઈને બીજી બાજુ ખુબ જ યાદ કરે છે. સાઈનું કહેવું છે કે તે સાવીને પરત લાવશે અને વિરાટને બરોબર સબક શીખવાડશે…
Leave a Reply