સુગંધ અને સૌદર્ય બક્ષનારા ગુલાબના આ ઉપાયથી મળશે ઋણ મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ

આપણી આસપાસની વસ્તુ આપણા જીવનમાં એક અદ્દભુત ફેરફાર લાવી શકે છ, તે વસ્તુ માંથી એક ફૂલ છે. ફૂલો થી દેવો પ્રસન્ન થાય છે અલગ અલગ દેવતાઓને અલગ અલગ ફૂલો પ્રિય હોય છે.આજે અમે એવાજ એક ફૂલની વાત કરીશું જે પૂજા અને પ્રેમ બંનેમાં વપરાય છે. આ ફૂલ એક આવું ફૂલ છે જે દરેક વ્યક્તિનું પ્રિય હશે. તો ચાલો જાણીએ ગુલાબના ફૂલ વિશે કેટલીક ખાસ વાતો.

લોકો પોતાના ઘરને મહેકાવવા માટે ગુલાબનું ફૂલ પોતાના ઘરમાં રાખે છે, તેવું કહેવામાં આવે છે કે જો ગુલાબની સુગંધથી ઘર મહેકતું રહે તો તેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ દુર રહે છે અને તમારું મન પવિત્ર બની રહે છે, તેનાથી જીવનમાં ઉત્સાહ રહે છે.તન-મનને તાજગી અને સુગંધ અને સૌદર્ય બક્ષનારા ગુલાબના ફૂલોના રસથી આંખોની બળતરા અને ખંજવાળ તો દૂર થાય છે પણ તે સિવાય પણ તેના અનેક ટૂચકાઓ છે.

જે કરવાથી ઈચ્છિત શીધ્રફળની પ્રાપ્તિ થાય છે.અખંડિત પાંખડી વાળા પાંચ ગુલાબના ફૂલ લાવો. ત્યારબાદ સવા મીટર સફેદ કપડા સામે રાખે પથરાવો અને ગુલાબના ચાર ફૂલોને ચારે ખૂણા બાંધી લો. પાંચમું ગુલાબ મધ્યમાં નાખી ગાંઠ લગાવી દો. ત્યારબાદ તેને લઈ જઈ કોઈ પ્રવાહિત નદીમાં પ્રવાહિત કરી નાખો.

આ ઉપાયથી ઋણ મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ મળશે.ધનની સમસ્યા લગભગ તમામ લોકોને રહે છે, જો તમે ઈચ્છો છો કે તમને અચાનક ધન લાભ પ્રાપ્ત થઇ જાય તો તેવામાં તમે કોઈ પણ સાંજે ગુલાબના ફૂલ ઉપર કપૂરના ટુકડા મૂકીને તેને સળગાવી દો. કપૂર સળગાવ્યા પછી તે ફૂલને દેવી માંના ચરણોમાં અર્પણ કરી દો. તેનાથી તમને ધન લાભ મળશે.

પૂર્ણિમાના દિવસે 3 ગુલાબ અને 3 જૂઈ કે ચમેલીના પુષ્પ સવારે સ્નાન વગેરેથી પરવારી કોઈ નદીમાં વિસર્જિત કરવું જોઈએ. આ પ્રયોગ કરવાથી કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.કોઈ પણ શુક્લ પક્ષના પ્રથમ મંગળવારે તાજા ગુલાબના ફૂલ બજરંગબળી પર 11ની સંખ્યામાં ચઢાવો. આવું સતત 11 મંગળવારે કરવાથી બજરંગબલી પ્રસન્ન થઈને સાધકની મનોકામના પૂર્ણ કરે છે.

 


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *