ગોળ એક એવો ખાદ્ય પદાર્થ છે. જેને બધા લોકો ખાવાનુ પસંદ કરે છે, અને મોટાભાગના લોકો તેનુ સેવન કરે છે. ગોળમાં ઘણા બધા ઔષધિય ગુણ રહેલા છે, પહેલા લોકો ગોળનું જ સેવન કરતા હતા, કારણ કે ત્યારે લગભગ દરેક ઘરોમાં ગોળ બનાવવામાં આવતો હતો. ગોળ સ્વાદિષ્ટ તો છે જ સાથો-સાથે તંદુરસ્તીનો ખજાનો પણ છે.
આયુર્વેદ અનુસાર, રોજ ખાલી પેટ ગોળનું સેવન કરીને એક ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો પેટમાં ગેસ, એસીડીટી, પેટમાં દુઃખાવો, કફ આડી સમસ્યાઓ દુર થાય છે. ગોળ બાળકો માટે સૌથી ઉત્તમ છે. આમાં ચિકણાઈ, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા મુખ્ય પોષક તત્વો મળી આવે છે. તો ચાલો જણાવી દઈએ ગોળના ફાયદા..ખરાબ ખાન-પાનના કારણે લોહીમાં ગંદકી થઇ જતી હોય છે.
જેનાથી શરીરને ઘણી બધી સમસ્યાઓનો સમાનો કરવો પડે છે. તો તેવામાં તમારે રોજ સવારે 1 ટુકડો ગોળનો ખાધા બાદ ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી તમારું લોહી ઘણું શુદ્ધ અને સાફ થઇ જશે.ગોળ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી પેટ સંબંધિત બીમારી થતી નથી. અને જે લોકોને ગેસ કે એસિડિટીની સમસ્યા હોય એમણે ગોળનું સેવન કરવું જોઈએ.
જો તમને ખાટ્ટા ઓડકાર આવતા હોય તો ગોળ, સિંઘવ મીઠું અને સંચળને પાણીમાં મેળવીને પીવું. સવારે ઉઠીને ભૂખ્યા પેટે ગોળ ખાવાથી પાચનશક્તિ વધે છે અને ભૂખ પણ લાગે.ગોળમાં લોહતત્વ (આયર્ન) ભરપૂર માત્રામાં હોય છે. અને ગોળ હિમોગ્લોબીનની કમીને પણ દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્ત કોશિકાઓની માત્રા પણ વધે છે અને લોહીની ઉણપ દૂર થાય છે.
એનિમિયાનાં દર્દીઓ માટે ગોળનું સેવન આશિર્વાદ સમાન છે.જો તમને બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તમારા માટે ગોળ એક રામબાણ ઈલાજ છે. ગોળ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. એટલે ગોળ હાડકાને મજબૂત કરવામાં ખૂબ જ અસરદાર છે.જો તમે મોટાપાથી પરેશાન હો, તો ગોળ તમારા માટે ખુબ જ ફાયદાકારક છે.
તેવામાં જો ગોળનું સેવન કરવામાં આવે તો ચરબીની ઓછી કરે છે અને વજન ધીમે ધીમે કંટ્રોલ થવા લાગે છે.જો તમને શરદી-ઉધરસ હોય તો તમારે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ તત્વ શરદી-ઉધરસ મટાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.
Leave a Reply