ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ જો વાસ્તુ દોષ સર્જે તો તેને ખુબજ અશુભ માનવામાં આવે છે. કેટલીક વખત આપણે નાની વસ્તુઓને ગણકારતા નથી. વાસ્તુની દૃષ્ટીએ આ ખુબ મોટી વાત છે. આવી નાની ભૂલો ન થાય તે માટે વાસ્તુદોષ નિવારણ કરવુ જોઇએ.સાથે એ વાત નું પણ ધ્યાન રાખો કે ઘર ના દક્ષિણ પૂર્વ ભાગ માં રસોઈ ઘર જરૂર બનાવો.સાથે રોજ કિચન માં કામ કરનારી મહિલાઓ ને કોઈ પણ કાર્ય ચાલુ કરતા પહેલા ઘર ની એજ દિશા માં દીવો જરૂર પ્રગટાવો.ઘર માં ઘણી વાર એવી ભૂલો પણ થાય છે કે જેનાથી ગરીબી આવી જાય છે.
કઈ નાની ભૂલો છે જેનાથી ગરીબી આવી જાય છે.રસોડામાં પૂજાની અલમારી કે મંદિર હોવા જોઇએ નહી. ઈશાન ખૂણો કે બ્રહ્મસ્થળમાં સ્ફટિક શ્રીયંત્રની શુભ મૂહૂર્તમાં સ્થાપના કરો. આ યંત્ર લક્ષ્મીપ્રદાયક હોય છે. અને ઘરમાં સ્થિત વાસ્તુદોષોના પણ નિવારણ કરે છે. દરરોજ સાંજે ઘરમાં કપૂર પ્રગટાવો આથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જાય છે.ઘર ની દક્ષિણ પૂર્વ ભાગ માં જેને આગણેય ખૂણો કહેવામાં આવે છે.
જો ત્યાં પાણી ભરાતું હોય અથવા પાણી ભરેલું રાખવામાં આવે તો એનાથી વાસ્તુ દોષ ઉત્તપન્ન થાય છે.આવી પરિસ્થિતિ ઓ થી બચવાનો પ્રયત્ન કરો.ॐ નારાયણાય નમ: મંત્રના ઉચ્ચારણ કરતા ત્રણ વાર ઘી ના થોડા ટીંપા નાખો. હવે જે ધુમાડો હોય એને તમારા ઘરના દરેક રૂમમાં જવા દો. આથી ઘરની નકારાત્મક ઉર્જા ખત્મ થશે અને વાસ્તુદોષનો નાશ થશે.ઘરના બધા પ્રકારના વાસ્તુ દોષ દૂર કરવા માટે મુખ્ય દ્વાર પર એક તરફ કેળાનું ઝાડ અને બીજી તરફ તુલસીનું છોડ રોપો.
મકાનમાં સીડી જે બનાવવામાં આવે તે દક્ષિણ કે પછી દક્ષિણ પશ્ચિમમાં ક્લોક વાઈઝ પગથિયા આવે તે રીતે બનાવવી જોઈએ.જો એન્ટિ ક્લોક પ્રમાણે સીડી બનાવવામાં આવી હોય તો તે ઘરમાં વાસ્તુદોષ રહી જાય છે. પરિણામે કંકાસ અને ઝગડા રહેનારાનો પીછો છોડતાં નથી. તેનાથી સંતાન પર પણ દુષ્પ્રભાવ પડી શકે છે.સીડીઓની નીચે ભૂલથી પણ પૂજા ઘર કે રસોડું કે પછી બાથરૂમ ન બનાવવું જોઈએ. આમ કરવાથી ઘરના સભ્યો રોગી રહે છે. સીડીઓની નીચે સ્ટોર બનાવી શકાય છે.
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો તમે ઈચ્છો છો કે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે તો ઘરની તિજોરીમાં તમે હળદર મુકો. હળદરની એક ગાંઠ તમે તિજોરીમાં પણ મુકી શકો છો.ઘરના દક્ષિણ-પૂર્વી ખૂણામાં તમે એક વાટકીમાં પાણી મુકો. તેનાથી તમારા ઘરમાં આવકના સ્ત્રોત વધશે અને તમારા ઘરે પૈસા આવશે. લક્ષ્મી કાયમી વાસ કરશે.
Leave a Reply