આપણે જે જગ્યાએ રહીએ છીએ તે મકાનમાં કયો દોષ છે જેને લીધે આપણને દુ:ખ અને તકલીફ પડે છે તેને આપણે જાતે નથી જાણી શકતાં.વાસ્તુદોષ જો તમે તમારું ઘર બનાવતી વખતે વાસ્તુનું યોગ્ય ધ્યાન નથી આપ્યું અને વાસ્તુને અનુરૂપ ઘરનું નિર્માણ નથી કરાવ્યું. તો તમારા નવા ઘરમાં તમને સુખથી વધુ દુ:ખ જ મળશે.વાસ્તુ શાસ્ત્રમાં દરેક સ્થાન અને ખુણાનું પોતાનું અલગ મહત્વ છે. વાસ્તુ મુજબ ઘરમાં અમુક વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
પરંતુ વાસ્તુ અનુસાર એ જ વસ્તુઓ ને ખોટી જગ્યાએ રાખવાથી વાસ્તુ દોષ લાગે છે અને તેના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વખત એવું થાય છે કે મોટાભાગના લોકો અજાણે એવું નિર્માણ કાર્ય કરી દે છે, જેથી તેમાં વાસ્તુ દોષ રહી જાય છે અને તેને કોઈપણ દિવસે વાસ્તુ દોષથી પીડિત થવું પડે છે.જો આ પ્રકારની સમસ્યાથી તમે પીડિત છો, તો તમારા મકાનમાં તોડફોડ કર્યા વગર એવા ઉપાય કરી શકો છો.
જેનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષની અસર ઘને અંશે ઓછી થઇ જશે. વાસ્તુ મુજબ ઘરમાં રાખેલ કેટલીક વસ્તુઓ રાખવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. ચાલો તેમના વિશે વિસ્તારથી જાણીએ.ઘરનું મંદિર કોઈપણ સમયે ઘરના મુખ્ય દરવાજા સામે રાખવું ન જોઈએ. એવું કહેવામાં આવે છે કે મુખ્ય પ્રવેશદ્વારની સામે મંદિર મૂક્યા પછી, તેમાં દેવી-દેવતાઓ રહેતા નથી અનેઘરના સભ્યો હંમેશા બીમાર રહે છે.વાસ્તુ મુજબ ઘરમાં કોઈ તૂટેલી મૂર્તિ ન હોવી જોઈએ.
ખંડિત મૂર્તિઓ વાસ્તુ દોષને જન્મ આપે છે. એવું કહેવામાં આવે છે કે ખંડિત મૂર્તિ રાખવી ઘરમાં રહેલા સભ્યોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પાડે છે. જો તમારા ઘરે દેવી-દેવતાઓના છૂટાછવાયા ચિત્રો અથવા મૂર્તિઓ છે, તો તરત જ તેને દૂર કરો.જો તમારા ઘરમાં રસોડું ઉત્તર પૂર્વની દિશામાં છે. તો તે વાસ્તુ મુજબ યોગ્ય નથી
તેવામાં આ દોષને ઠીક કરવા માટે તમે તમારા રસોડાની બહાર કે પછી ઉપરની દિશામાં દીવાલ ઉપર ૧૮ બાય ૧૮ સમતલ અરસો લગાવી લો અને તેની સાથે સાથે ઉતર પૂર્વ ખૂણામાં એક પીરામીડ પણ મૂકી શકો છો.વાસ્તુ મુજબ ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને તેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેથી ઘરમાં કોઈ તૂટેલી ચીજો રાખશો નહીં. જો તમારી પાસે રસોડામાં વાસણો અથવા ડબ્બા તૂટેલા છે, તો તે પણ દૂર કરો.
Leave a Reply