ઘરના બધા સ્થાનમાં નકારાત્મક ઉર્જાને દુર કરવાના અને પોઝીટીવ ઉર્જા પ્રસરાવવાના ઉપાય કરવાની સાથે સાથે આપણા શરીરમાં પણ નકારાત્મક ઉર્જા પ્રવેશી હોય તો એને દુર કરવી અને શરીરમાં ભરપુર પોઝીટીવ ઉર્જા ભરવી જરૂરી બને છે.વાસ્તુ શાસ્ત્રમાં ઘરની નેગેટિવ ઊર્જાને દૂર કરવા અને પોઝિટિવ ઊર્જાને વધારવાની ટિપ્સ ઉલ્લેખવામાં આવી છે.
જે ઘરમાં વાસ્તુદોષ હોય છે, ત્યાં નેગેટિવિટી બની રહે છે. વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં પિરામિડ પણ રાખવું જોઇએ. એ ઉપરાંત ઘણી એવી વસ્તુ છે જેને ઘરમાં કે મંદિરમાં રાખવાથી દુર થાય છે વાસ્તુદોષ તો ચાલો જાણીએ.ઘરના મંદિરમાં નારિયેળ, ચાંદીનો સિક્કો રાખવો ખૂબ જ શુભ રહે છે. મંદિરમાં ચાંદીની મૂર્તિ રાખીને તેની પૂજા કરવી જોઇએ.
પૂજા-પાઠ સાથે જોડાયેલી વસ્તુઓ માટે ચાંદી સૌથી સારી ધાતુ માનવામાં આવે છે.મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવો જોઇએ. તેની શુભ અસરથી ઘરમાં નેગેટિવિટી પ્રવેશ કરતી નથી. ઘરના દરવાજા પાસે મહાલક્ષ્મીના ચરણ બનાવવા જોઇએ. આ શુભ નિશાન ઘરની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે.
દરવાજા ઉપર ૐનું ચિહ્ન પણ લગાવી શકો છો.શ્રીકૃષ્ણની સુંદર તસવીર ઘરમાં લગાવવાથી માનસિક તણાવ દૂર થઇ શકે છે. એવી તસવીર જેમાં ગૌમાતા હોય, શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હોય તેને ઘરમાં જરૂર લગાવો. આ ચિત્ર મનને શાંતિ આપે છે અને ઘરનું વાતાવરણ પોઝિટિવ અને પવિત્ર બનાવે છે.ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધો. તેની શુભ અસરથી ઘરમાં પોઝિટિવ ઊર્જા પ્રવેશ કરે છે અને નેગેટિવ ઊર્જા ઘરની બહાર રહે છે.
ઘરમાં પોઝિટિવિટી અને એકાગ્રતા વધારવા માટે ઘરમાં પિરામિડ રાખી શકો છો. ધ્યાન રાખો કે, પિરામિડ તાંબા, પીત્તળ કે પંચધાતુનું બનેલું હોય. આવું પિરામિડ ઘર માટે શુભ રહે છે. ક્યારેય લોખંડ કે એલ્યુમીનિયમનું પિરામિડ રાખવું નહીં. ઘરમાં રાખવા માટે લાકડાનું પિરામિડ પણ ખૂબ જ શુભ મનાય છે.ઘરમાં પવિત્રતા જાળવી રાખવા માટે ગંગાજળનો કળશ રાખવો જોઇએ.
Leave a Reply