ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના વાસ્તુના હિસાબથી અનેક ઉપાય છે.વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઝાડ કે છોડ હોય છે જેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ તો આવે જ છે સાથે જ ઘનનું આગમન પણ થાય છે અને અમુક એવા પણ ઝાડ હોય છે જેનાથી ઘરમાં ગરીબી પ્રવેશી જાય છે.વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની પાસે આંબળી, આંબળા-પામ, જાંબુ, લીંબુ, કેળા, અને દાડમનો છોડ ન રાખવો જોઈએ તેને અશુભ માનવામાં આવે છે. તેનાથી સંપતિ નષ્ટ થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરે પીપળાનું ઝાડ રોપવું શુભ નથી. એવું કહેવામાં આવે છે કે ઘરમાં પીપળાના ઝાડને વાવવો ન જોઈએ.
જો પીપળો ઉગ્યો હોય તો તેને તરત જ દૂર કરી વાસ્તુદોષને દુર કરવુ જોઇએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ઉગેલ અથવા પીપળાના ઝાડને વાવવાથી દુર્ભાગ્ય આવે છે. તો ચાલો જાણી લઈએ શા માટે ઘરમાં પીપળાનું ઝાડ ન લગાવવું જોઈએ.પીપળાના ઝાડની છાયા ઠંડી હોય છે. જો કે તે ઘર માટે શુભ નથી. પુરાણો અનુસાર, જ્યાં પીપળાના ઝાડની છાયા પડે છે ત્યાં પ્રગતિમાં અવરોધો આવે છે.
જ્યાં ઘરે આ વૃક્ષ હોય ત્યાં વસતા લોકોના જીવનમાં અવરોધો આવે છે અને તેઓ દીર્ધાયુષ્ય નથી ભોગવી શકતા. પીપળાના ઝાડથી વૈરાગ્ય આવે છે. એવું કહેવામાં આવે છે કે આ લગ્ન જીવન માટે સારું નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ઝાડ રાખવાથી ઘરની શાંતિ દોષિત થાય છે અને પતિ-પત્ની વચ્ચે તકરાર સર્જાય છે.
જો ઘરમાં પીપળાનું ઝાડ હોય, તો સંતાનને કષ્ટ આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં પીપળાનું ઝાડ રાખવાથી બાળકો બીમાર પડે છે. એવું કહેવામાં આવે છે કે પીપળાનું વૃક્ષ જો ઘરની પૂર્વ દિશામાં હોય તો ભય અને ગરીબી લાવે છે. જ્યાં પણ પીપળાનું ઝાડ હોય તે ઘર માં હંમેશા દરિદ્રતા બની રહે છે. ઘરની સુખ શાંતિ નાશ થઇ જાય છે. ઘરમાં તકરાર અને કલેશ થયા કરે છે.
Leave a Reply