નવા કાર્યની શરૂઆત ગણેશની આરાધના કર્યા પછી જ કરવામાં આવે છે.ગણપતિ પોતાના ભક્તોના વિઘ્નો દૂર કરવા માટે એ વિઘ્નોના રસ્તામાં વિકટ રૂપ ધારણ કરીને ઊભા રહી જતા હોય છે. એટલે કોઈપણ શુભ કાર્યના પ્રારંભમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.શુદ્ધ શ્રદ્ધાભાવથી જો તેમની ભક્તિ કરવામાં આવે તો તમામ પ્રકારની તકલીફો અને દુર્ભાગ્ય દૂર થાય છે. ઘર અને જીવનમાં ખુશીઓ રેલાય છે. તો આજે જાણીએ ગણપતિ દાદાની કેવી મૂર્તિ ઘરમાં રાખવાથી કેવા ફળ મળે છે.
- વાસ્તુની દ્રષ્ટિથી આંબા તેમજ પીપળાના પાનથી બનાવેલી ગણેશજીની મૂર્તિ ખુબ જ સારી માનવામાં આવે છે. આવી મૂર્તિને ઘરમાં અવશ્ય રાખવી જોઇએ. આને ઘરના મુખ્ય દરવાજાની ઉપર જ લગાવવી જોઇએ. આ મુર્તિ ઘરમાં હકારાત્મક ઉર્જાને વધારે છે. સાથે જ ઘર ધન-ધાન્યથી ભરપુર રહે છે.
- હળદરથી બનાવેલ ગણેશજીની મૂર્તિને ઘરમાં રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિને ઘરના મંદિરમાં જ રાખવી જોઈએ. આની આસ્થાથી પૂજાથી તમારા બધા કામ પાર પડે છે.
- ગણેશજીની મૂર્તિ જો ગાયના છાણથી બનાવેલી હોય તો તેને ઘરમાં રાખવી જોઇએ. એવું માનવામાં આવે છે કે, ગણેશજીની આવી મુર્તિ ધનવૃદ્વિકારક હોય છે. ઘરમાં આવી મૂર્તિ રાખવી વાસ્તુની દ્રષ્ટિથી પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ મૂર્તિ સકારાત્મક ઉર્જા ઘરમાં લાવે છે.
- ઘરમાં ક્રિસ્ટલથી બનેલી ગણેશજીની મૂર્તિ રાખવાથી વાસ્તુદોષ દુર થાય છે. કરવામાં આવતા તમામ કાર્ય ખુબ જ કાર્યક્ષમતાથી પૂરા પડે છે. સાથે જ આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ધન ઘરમાં આવે છે.
- ઘરના મુખ્ય દરવાજાની ઉપર લાકડામાંથી બનેલી એક ગણેશ મૂર્તિને રાખવી જોઈએ. આ મૂર્તિ એવી રીતે રાખવી કે ભગવાનની દ્રષ્ટિ ઘરની અંદર પડતી રહે. આ મૂર્તિની સ્થાપના પણ તમારા ઘરમાં કરી દેશો તો પણ ઘરની તમામ સમસ્યાઓનો અંત આવી જશે.
- પોતાની જાતે ગણેશજીની એક મુર્તિ બનાવવી જોઇએ, પરંતુ ધ્યાન રહે કે તેમા શુદ્વ પદાર્થોનો જ ઉપયોગ કરવા જોઇએ. તેને ઘરના પૂજા સ્થળ પર બિરાજમાન કરો અને નિયમિત પૂજા કરો. આવું કરવાથી દરેક પ્રકારના કષ્ટ નાશ પામે છે.
Leave a Reply