નવજાત શિશુને ગાયનું દૂધ પીવડાવતા પહેલા થઈ જાવ સાવધાન, હોઇ શકે છે હાનિકારક

ગાયનું દૂધ ગુણોનો ભંડાર છે. ગાયનું દૂધ વિટામિન અને પ્રોટીનથી ભરપુર હોય છે. આ દુધથી ઘણી બીમારીઓ દુર થાય છે. ગાયના દૂધમાં આયોડિન પણ હોય છે અને તે હાડકા, દાંત તેમજ થાઇરોઇડ અને હૃદય માટે ફાયદાકારક છે.કોઇ પણ ઉંમરના માણસને ગાય કે ભેંસનુ દુધ આપવુ તે લાભદાયી છે. દૂધમાં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે, જેના કારણે આપણા દાંત તેમજ હાડકા મજબૂત રહે છે.

આજે આપણે જાણીએ દુધના એવા આજાણ્યા ગુણ જે આપણે ક્યારેય સાંભળ્યા જ નથી અને જેના કારણે તે અમૃત સમાન છે.જીવનભર ગાયનું દૂધ પીવાવાળા વ્યક્તિ કેન્સર જેવા ગંભીર રોગોથી દુર રહે છે. તેનું દૂધ સતત સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ એટલી વધી જાય છે કે ઘણા રોગ નજીક પણ આવતા નથી.

પછી ભલે તે ખાંસી હોય, હ્રદય રોગ હોય, પેટના રોગ, પુરુષોના રોગ હોય કે સ્ત્રીઓના રોગ હોય.ગાયના દૂધમાં 90 ટકા પાણી હોય છે. જે તમને હાઈડ્રેટ રાખે છે. દરેક પ્રકારનુ દુધ શરીરને અલગ અલગ ફાયદા આપે છે. ખરેખર, ગાય નું દૂધ વધારે ફાયદાકારક છે, પરંતુ દૂધ નાના બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

નવજાત શિશુને ગાયનું દૂધ ન આપવું જોઈએ, તે તેના માટે હાનિકારક પણ હોઈ શકે છે..દૂધ મનુષ્યના જીવનમાં સૌથી મહત્વ પૂર્ણ આહાર માનવામાં આવે છે. કેમ કે બાળકનો જન્મ થાય તરત જ તેને સૌથી પહેલા દુધ આપવામાં આવે છે. બાળકનો સૌથી પહેલો ખોરાક તરીકે દૂધ જ તેના પેટમાં જાય છે.

દૂધ એક એનિમલ પ્રોડક્ટ એટલે કે પશુઓ પાસેથી પ્રાપ્ત થાય છે.દરેક તે વસ્તુ આપણને જે જીવિત પશુ પાસેથી પ્રાપ્ત થાય છે તેમાં ઘણા બધા હોર્મોન્સ, એમીનો એસિડ, એન્ઝાઈમની માત્રા વધારે હોય છે. ગાયનું દૂધ અને ઘી જેવાં ઔષધો શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે, પરંતુ નવજાત શિશુ ગાયના દૂધમાં હાજર પ્રોટીન ને પચાવી શકતા નથી.ગાયના દૂધમાં બે પ્રકારના પ્રોટીન હોય છે.

એ જ રીતે, તેમાં રહેલા પ્રોટીનથી પણ બાળકો ને એલર્જી થઈ શકે છે. જો તમે પણ તમારા નવજાત બાળક ને ગાય નું દૂધ આપો છો, તો પહેલા ડોક્ટર ની સલાહ લો. ઘણીવાર ગ્રામીણ વિસ્તારો માં બાળકો ને ગાયનું દૂધ આપવામાં આવે છે. જેનાથી બાળકને નાની ઉંમરે શ્વસન સમસ્યાઓ નું જોખમ વધે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *