અનિચ્છનીય ગર્ભ રોકવા માટે કરાવો આ સર્જરી, જાણો તેના ફાયદા અને નુકશાન

અનિચ્છનીય ગર્ભ રોકવા માટે બર્થ કંટ્રોલ પિલ્સ એટલે કે ગર્ભ નિરોધક ગોળીનું સેવન કરે છે, એ સિવાય જે મહિલાઓ એમના પરિવાર પૂરો કરી ચૂકી હોય છે, તે મહિલાઓ નસબંધી નો સહારો લે છે.સારા ગર્ભનિરોધક ઉપાયો માંથી એક મહિલા નસબંધી નેટ ટ્યુબેકટોમી ટયુબલ લિગેશન અને ફીમેલ સ્ટરલાઈજેશન પણ‌ કહેવામાં આવે છે આજે અમે તમને આ આર્ટીકલમાં નસબંધી ના ફાયદા અને નુકશાન વિષે જાણી લઈએ

મહિલા નસબંધી અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા નો સૌથી સારો ઉપાય માનવામાં આવે છે આ પ્રક્રિયામાં નાનું ઓપરેશન કરવું પડે છે, એમાં દર્દીને એનેસ્થેટિક આપીને ઓપરેશન કરવામાં આવે છે.શલ્ય ક્રિયામાં મહિલા ના ફેલોપિયન ટ્યૂબ ને અથવા તો અવરુદ્ધ કરવામાં આવે છે અથવા તો કાપી નાખવામાં આવે છે.

સામાન્ય રીતે આ ટ્યુબ ઈંડાને અંડાશયમાંથી ગર્ભાશય સુધી લઈ જવાનું કાર્ય કરે છે મોટાભાગે મહિલા ની નસબંધીનું ઓપરેશન સફળ થાય છે. નસબંધી પછી ૨૦૦ માંથી અમુક ટકા મહિલાઓ ફરીથી ગર્ભવતી થવાની આશંકા રહે છે. આ ઓપરેશન સિઝેરિયન અથવા મિનિ લૈપરોટોમી ટેક્નિક દ્વારા કરવામાં આવે છે. એ સિવાય વિકસિત દેશોમાં લેપ્રોસ્કોપિક નસબંધી અને હિસ્ટોરોસ્કોપીક ટયુબલ ઓક્લુજન ટેકનીક પ્રખ્યાત છે.

નસબંધી ત્યારે જ કરાવે છે, જ્યારે તે એમના પરિવારમાં ઇચ્છાનુસાર બાળક ને જન્મ આપી દે છે. 40 થી ૪૫ વર્ષથી વધારે ઉમરની મહિલાઓ પ્રેગનેન્સી થી બચવા માટે પણ નસબંધી નો સહારો લે છે.નસબંધી ની પસંદ ત્યારે કરવી જોઇએ, જ્યારે શારીરિક ની સાથે સાથે માનસિક રૂપથી પણ એના માટે તૈયાર હોવ, કારણ કે નસબંધી એક સ્થાયી પ્રક્રિયા છે.

નસબંધી કરાવીને પછી ફોલોઅપ માટે ડોક્ટરની પાસે જવું ખૂબ જ જરૂરી છે. સાથે જ ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવા અને એન્ટિબાયોટિક્સ નો કોર્સ પણ પૂરો કરવો ખૂબ જ જરૂરી છે, નહીતો ઈન્ફેક્શન થઈ શકે છે.જો ઓપરેશન પછી તાવ, સતત પેટનો દુખાવો, ચીરા માંથી લોહી નીકળવું.. જેવા લક્ષણ જોવા મળે તો તરત તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો. ઓપરેશન ના ૭ દિવસ સુધી શારીરિક સંબંધ બનાવવા થી બચવું.

જો ઓપરેશન પછી પીરિયડ્સ સ્કીપ થતું હોય અથવા મોડું થતું હોય તો સર્જન નો સંપર્ક કરવો. નસબંધી એ મહિલાઓ માટે સ્થાયી ઉપાય છે, જે અનિચ્છનીય ગર્ભાવસ્થા રોકવા માંગે છે. નસબંધી ની સફળતાનો દર ઘણો વધારે છે. નસબંધી માં ગર્ભનિરોધક ગોળીઓ, ઇન્જેક્શન ઇમ્પ્લાન્ટ અથવા ઇન્ટાયુટેરિયન ઉપકરણની જેમ સાઇડ ઇફેક્ટ થતા નથી. મહિલા નસબંધી થી અંડાશયના કેન્સર ની સંભાવના પણ ખૂબ જ ઓછી રહે છે

જો ઓપરેશન અસફળ રહે તો તમે ગર્ભવતી પણ થઈ શકો છો. ઓપરેશન ફેઈલ જવાની સ્થિતિમાં‌ ગર્ભ નીકળવાની આશંકા રહે છે, એને એક્ટોપિક પ્રેગ્નન્સી પણ કહેવામાં આવે છે.નસબંધીના ઓપરેશનને માં ચીરા વાળી જગ્યા પર ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ એનેસ્થેટિક થી પેટમાં પરેશાની, ગેસ બનવો અને દુખાવો થવા જેવી સમસ્યા પણ થઈ શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *