દુખાવો શરીરનો હોય કે મનનો મ્યુઝિક બંનેમાં અસરાકરક છે,જાણો તેના અન્ય ફાયદાઓ

મ્યુઝિક કોઈ વ્યક્તિ માટે તણાવની સ્થિતિમાં દવાની જેમ કાર્ય કરે છે અને શાંત થવામાં મદદ કરે છે.સંગીત હકીકતમાં કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે અને તાણયુક્ત સ્નાયુઓમાં રાહતને પણ પ્રોત્સાહન આપે છે. મગજની અંદર સંગીતની ઉચ્ચ-આવર્તન અને ઓછી આવર્તનનો અવાજ બદલાય છે. તેથી જ મ્યુઝિક થેરેપી દ્વારા રોગોની સારવારમાં સહાય આપવામાં આવે છે.

આપણા શરીર માટે ઘણીવાર આ મહેનત ખતરનાક બની જાય છે. દરરોજ ભાગતા રહેવાને લીધે ઘણા બધા લોકોને રાત્રે ઊંઘ આવતી નથી. રોજ રાત્રે ઊંઘ ના આવતી હોય તો દરરોજ હળવું સંગીત સાંભળો. સંગીત સાંભળવાથી તમને સારી ઊંઘ આવશે. સંગીત માંસપેશીઓને આરામ આપે છે અને વિચારોની વ્યાકુળતા દૂર કરે છે.

  • વાંચતી વખતે જો તમારી પસંદનું સ્લો મ્યૂઝિક સાંભળશો તો વાંચેલું ઝડપથી યાદ રહેશે. સંગીત શીખવાની ગતિ ઝડપી બનાવે છે. સંગીત ડોપામાઈનને વધારે છે જેથી ઝડપથી શીખી શકાય છે. સંગીત મગજની બીમારીઓથી પીડાતા દર્દીઓને પણ સંભળાવવું જોઈએ. સંગીત સાંભળવાથી સ્ટ્રોકનું જોખમ ઘટે છે. સંગીત એકાગ્રતા વધારે છે.
  • સંગીત સાંભળવાથી તમારો મૂડ ખુશમિજાજ રહે છે અને સમજશક્તિ વધે છે. આ ઉપરાંત કોઈ બીમારી હોય તો તે પણ ધીમે-ધીમે દુર થઈ જાય છે, એટલે જ આજકાલ હોસ્પિટલોમાં પણ દર્દીઓને સંગીત સંભળાવવામાં આવે છે. જેથી દર્દી જલ્દી સાજા થઈ શકે.

 

  • સંગીત સાંભળવાથી એકલવાયાપણું અને તણાવ દૂર થાય છે. ઘડપણમાં પણ તાજગી અનુભવશો. ઉંમરની સાથે મગજ તંદુરસ્ત થશે અને યાદશક્તિ વધશે કારણકે સંગીત સાંભળવાથી મગજની કસરત થાય છે. સંગીત વ્યક્તિમાં જીવવાની ભાવના જાગૃત કરે છે.
  • હાઈ બ્લડ પ્રેશરમાં ધીમી ગતિ અને લો બ્લડ પ્રેશરની હાઈ સ્પીડનો લાભ આપે છે. તમે સવાર અને સાંજ 30 મિનિટ સુધી સારું સંગીત સાંભળીને બ્લડ પ્રેશરમાં ઘણો સુધારો જોઈ શકો છો.

 

  • મનને શાંત કરે તેવું સંગીત ગાવાથી, વગાડવાથી, સાંભળવાથી શરીરમાં હકારાત્મક સંવેદનો જાગે છે. શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે. જેની સારી અસર રોગપ્રતિકારક ક્ષમતા પર થાય છે. આથી જ વારંવાર શરદી થઇ જવી, તાવ આવવો તથા ઓટોઈમ્યુન ડિસિઝથી પીડાતા વ્યક્તિઓ સંગીતને તેમના દૈનિક જીવનમાં સ્થાન આપે તો બીમારી અને બીમારીની ગંભીરતા ઘટે.
  • દુખાવો શરીરનો હોય કે મનનો સંગીત બંનેમાં અસરાકરક છે. એક સ્ટડી મુજબ, અસહનીય દુખાવા વખતે દર્દીને સંગીત સંભળાવવામાં આવ્યુંતો તેણે દુખાવાની પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું. દુઃખ અને પીડાનો સામનો કરતાં લોકો જલ્દી સંગતીમાં ઓતપ્રોત થઈ જાય છે અને પીડા ભૂલી જાય છે.

 

 


by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *