આરોગ્ય માટે દૂધ ફાયદાકારક છે, એ કોઈથી છૂપાયેલ નથી. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે દૂધ પીવાથી આરોગ્યને જેટલો ફાયદો થાય છે તેટલુ નુકશાન પણ થાય છે. કાચા દૂધનું સેવન કરવાથી ગંભીર બીમારી થઇ શકે છે. દૂધ એક એવી ચીજ છે જે શરીરને પોષણ આપી શકે છે. પરંતુ હાલમાં થયેલા એક રિસર્ચમાં ગરમ કર્યા વગરનું દૂધ પીવાથી કેન્સરની શક્યતા રહે છે.તાજેતરમાં લુવાસેના અભ્યાસમાં પ્રાણીઓનાં અલ્ટ્રાસાઉન્ડનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.
મા ચોંકાવનારી વાત સામે આવી છે કે ગાય અને ભેંસ પણ કેન્સરનો શિકાર બની રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું હતું કે ફક્ત ઘોડીઓ કેન્સરનો શિકાર હોય છે, પરંતુ કેન્સરનાં તત્વો દૂધાળા પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યા છે.દૂધાળુ પ્રાણીઓમાં કેન્સરયુક્ત તત્વો મળ્યા બાદ લોકોમાં પણ તેનું જોખમ વધી ગયું છે. જો તમે આ દૂધાળા પ્રાણીઓનું દૂધ ઉકાળ્યા વિના પીતા હોવ તો તમને કેન્સર પણ થઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ કાચા દૂધ પીવાનું ટાળવાની સલાહ આપી છે. તેઓ કહે છે કે દૂધને યોગ્ય રીતે ઉકાળવાથી કેન્સર પેદા કરનારા તત્વો તેમાં નાબૂદ થાય છે. દૂધ ઓછામાં ઓછું બે વાર સારી રીતે ઉકાળવું જોઈએ.લુવાસના ગાયનેકોલોજી વિભાગનાં પ્રાણી વૈજ્ઞાનિક ડૉ. આર.કે.ચાંદોલીયાનાં જણાવ્યા અનુસાર તપાસમાં બહાર આવ્યું છે કે ગાય અને ભેંસમાં ગર્ભાશયનાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે.
એવા ઘણા કિસ્સા બન્યા છે કે જેમાં આ દૂધાળા પ્રાણીઓ ગર્ભાશયનાં કેન્સરનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ગર્ભાશય કાઢીને પ્રાણીનું જીવન બચાવી શકાય છે પરંતુ સમયસર તેની માહિતી મળે તો જ તે શક્ય છે.ખેતીમાં કેમિકલના ઉપયોગને કારણે પશુઓનો ખોરાક ઝેરી બની રહ્યો છે. રાસાયણિક દવાઓ પ્રાણીઓને આપવામાં આવતા ચારામાં વપરાય છે.
આ સિવાય આ કેમિકલ જળાશયોમાં પહોંચે છે જેથી પ્રાણીઓનું પાણી પીવાથી આ હાનિકારક રસાયણો તેમના શરીરમાં પણ પહોંચે છે. વિદેશની તુલનામાં ભારતમાં પ્રાણીઓની સારવાર ઓછી થાય છે. પ્રાણીઓ માટે અલ્ટ્રાસાઉન્ડ સુવિધા ભાગ્યે જ અહીં ઉપલબ્ધ છે. જેને લીધે, પ્રાણીઓમાં આ રોગ શોધી શકાતો નથી, જેના કારણે તેઓ મૃત્યુ પામે છે.
Leave a Reply