જાણો દૂધ પીવાનો યોગ્ય સમય અને તેનાથી થતાં ફાયદાઓ વિષે

ઠંડા દૂધના લાભો જાણતા હોય તો તે દરરોજ પીવાનું શરૂ કરી દેશો. ઠંડુ દૂધ માત્ર આરોગ્યપ્રદ જ નથી પણ તે સ્વાદિષ્ટ હોય છે. જો ગરમ દૂધ પીવા માટેના ઘણા ફાયદા છે તો ઠંડા દૂધના ફાયદા પણ કઇ ઓછા નથી.ઠંડુ દૂધ પીવાથી એસિડિટી, સ્થૂળતા, વારંવાર ભૂખ લાગવી વગેરે જેવી નાની બિમારીઓ દૂર કરી શકાય છે. એટલું જ નહીં, જો તમે જીમમાંથી આવતા થાકી જાવ છો તો તુરંત જ, ઊર્જા માટે ઠંડુ દૂધ કોઈપણ દવા કરતાં ઓછુ નથી. તેનાથી ખોવાયેલી ઊર્જા પાછી આવશે.

મસલ્સને સુધારવા માટેનું પ્રોટીન પણ શરીરને મળી રહેશે.આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો તમે ઠંડુ દૂધ સીધુ ભાવતુ ના હોય તો દૂધને સ્વાદિષ્ટ બનાવવા માટે ફલેવર પણ મિશ્રિત કરી શકાય છે. ઠંડુ દૂધ પીતા પહેલાં એક ખાસ બાબતની કાળજી લો કે તમને શરદી કે ઉધરસ તો થઇ નથી ને, થઇ હોય તો ઠંડુ દૂધ ભૂલી જાવ. અમે તમને ઠંડા દૂધના લાભો વિશે જણાવી દઇએ છીએ, જે તમને ભાગ્યે જ ખબર હશે.

ખૂબ ઠંડુ દૂધ પીતા હોવ તો શરીરને સૌ પ્રથમ સામાન્ય તાપમાનમાં લાવો. શરીરને કેલરી બર્ન કરવી પડશે અને પછી તેને પાચન કરવું પડશે. આ સાથે તમારી સ્થૂળતા નિયંત્રણમાં રહશે.હુફાળુ દૂધ પીવાથી ઉંઘ આવે છે, કારણ કે દૂધમાં એમિનો એસિડ ટ્રિપ્ટોફન જોવા મળે છે. તે દૂધ ગરમ થતા તથા તેને સ્ટાર્ચ ફૂડ સાથે પીવાથી મગજમાં જાય છે. પરંતુ, ઠંડા દૂધમાં પ્રોટીન હોવાના કારણે તેવું થતું નથી અને તેથી તેને કોઈ પણ સમયે પીવી શકો છો.

શું તમે ક્યારેય એસિડિટીને દૂર કરવા માટે ઠંડુ દૂધ પીધુ છે? ધીમે ધીમે ઠંડુ દૂધ પીવાથી પેપ્ટીક અલ્સરને કારણે ઉત્પન થનારી પીડા પણ દૂર થઇ જાય છે. જો તમે ઉનાળના દિવસોમાં કોલ્ડ કોફી પીવો છો તો રિફ્રેશ થઇ જશો. ઠંડા દૂધમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરને નિર્જલીકરણથી અટકાવે છે. જો તમે દિવસમાં બે વખત ઠંડુ દૂધ પીવો છો તો તમારું શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે.

દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય છે કે તેને સવારે પીવું જોઇએ.દૂધમાં ગેસ દબાવવા માટેના ગુણધર્મો છે, જે ખોરાકને ડાયજેસ્ટ કરવા માટે ફાયદાકારક છે. તે ચરબી, ઘી અથવા તેલને સરળતાથી પાચન કરીદે છે. જો દૂધમાં આદુ મિક્સ કરી પીવીમાં આવે તો તે વધુ અસરકારક છે.ચહેરા પર ઠંડુ દૂધને લાગાડવાથી ત્વચા સ્વચ્છ અને ચુસ્ત બને છે. તેનાથી ત્વચા હાઇડ્રેટ્સ અને સ્મૂથ બની જાય છે.

સારી પાચનશક્તિ માટે મદદ કરવા માં દૂધ માં રહેલું પાણી ડાયજેસ્ટીવ ટ્રેકટ ની સફાઈ કરી ને ભોજન માં ખવાયેલ સ્પાઈસી ખોરાક ને પાચન કરવામાં મદદ કરે છે.સ્ટ્રેસ થી બચાવે જાપાન માં થયેલી રીસર્ચ પ્રમાણે દૂધ માં રહેલું કેલ્શિયમ સ્ટ્રોક થી બચાવે છે.બ્લડ પ્રેશર કંટ્રોલ દૂધ માં રહેલું કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી ને હાઈબીપી ની પ્રોબ્લમ થી બચાવે છે.

મસલ્સ બિલ્ડીંગ દૂધ માં સોસીન અને એવા પ્રોટીન હોય છે જે તમારા મસલ્સ ને શક્તિ આપી મજબુત કરે છે. બોડીબીલ્ડીંગ માટે એ પ્રોટીન જરૂરી છે. હાડકા ની મજબૂતી એક ગ્લાસ દૂધ માં પુરુષો ની જરૂરીયાત નાં ૩૭% કેલ્શિયમ મળે છે જેનાથી હાડકા માં મજબૂતી આવે છે.એનર્જી અને તાજગી દૂધ માં રહેલું કેલ્શિયમ સોડીયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઈટ બોડી ને એનર્જી અને તાજગી આપે છે. ફેટ બનાવે દૂધ માં રહેલું કેલ્શિયમ મિલ્ક પ્રોટીન સાથે મળી ને ફેટ બર્નિંગ પ્રોસેસ ને વધારે છે જેનાથી મોટાપા થી બચી શકો છો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *