જો વાળ ઘણાં જ સુકા (dry) અને નિસ્તેજ થઇ જાય છે તો આવા વાળ ખૂબ જ નિસ્તેજ અને લાઈફલેસ લાગતા હોય છે. ગમે તેટલું તેલ નાખવા છતાં અને કન્ડિશનર કરવા છતાં પણ વાળ ડ્રાય લાગે છે અને જલ્દી તૂટે છે. આજે અમે તમને એવા પ્રશ્નના જવાબ જણાવીશું, જેનાથી તમને ઘણી મદદ થશે, તો ચાલો જાણી લઈએ એવા સવાલના જવાબ વિશે અને બીજા ઘણા ઉપાય વિશે જાણી લઈએ.વાળમાં વધારે શેમ્પૂ થઇ જતું હોય તો તે ડ્રાય થઇ જાય.
વાળનું મોઇૃર ઓછું થાય એટલે ડ્રાયનેસ અને ફ્રીઝીનેસ વધી જાય. તમે રેગ્યુલર અઠવાડિયામાં બે વાર તેલને થોડું હૂંફાળું કરીને માથામાં સરખું મસાજ કરીને નાખવાનું રાખો. વાળમાં ઈંડું અને મેથી મિક્સ કરીને નાખવાનું રાખો. વધારે પડતો શેમ્પૂનો ઉપયોગ ન કરો, વારંવાર શેમ્પૂ બદલ બદલ ન કરો. બને તો શેમ્પૂને બદલે અરીઠાથી માથું ધૂઓ.
હેર માસ્ક: 1 કપ દહીં, 1 ટેબલસ્પૂન મેથી પાઉડર, અડધા લીંબુનો રસ મિક્સ કરીને આ પેસ્ટ વાળમાં લગાડવી.1 કલાક પછી વાળ ધોઇ નાંખવા. દહીંના લીધે વાળમાંથી ડ્રાયનેસ ઓછી થઈ જશે અને મેથી પાઉડર અને લીંબુના રસથી વાળ ચમકદાર રહેશે.
લીંબુ: એન્ટિ-ઓક્સિડેન્ટ્સ અને વિટામિન સી હોય છે. શેમ્પૂમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.
મધ: પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ હોય છે. શેમ્પૂમાં મધ મિક્સ કરીને લગાવવાથી ખરતા વાળ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.
માઈલ્ડ શેમ્પુ: જો તમારા વાળ ડ્રાય હોય તો તમારે હંમેશાં માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો.વાળમાં વારંવાર મેંદી લગાડવાથી પણ વાળ ડ્રાય થઈ જશે. માટે વાળમાં આયુર્વેદિક પેક લગાડવો.વાળમાં વારંવાર કાંસકો કે બ્રશ ફેરવવાથી સિબેસ્યિસ ગ્લેન્ડ વધુ સક્રિય બને છે જેથી ડ્રાયનેસ ઓછી થાય છે.
એલોવેરા જ્યૂસ: તેમાં નરિશિંગ પ્રોપર્ટી હોય છે. શેમ્પૂમાં એલોવેરા જ્યૂસ મિક્સ કરીને લગાવવાથી વાળમાં ખંજવાળની સમસ્યા દૂર થાય છે.
Leave a Reply