માથામાં આવતી ખંજવાળ લોકો વચ્ચે તમને શરમજનક સ્થિતીમાં મુકી શકે છે. માથામાં ખોડો, પરસેવો, માથાની રુક્ષ ત્વચા ખંજવાળનું કારણ બની શકે છે. કેટલીક વખત માથામાં અચાનક ખંજવાળ આવવાની સમસ્યા રહે છે. વાળના મૂળમાં અતિશય ખંજવાળ આવવી એ સૌથી મોટું કારણ છે બદલાતી ઋતુ અને ઑટોઇમ્યૂન ડિસઓર્ડર.
માથાની ખંજવાળના ઉપાય હેતુ ઘરગથ્થું ઉપાયોને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. માથામાં ખંજવાળ મોટાભાગે માથાને યોગ્ય રીતે ના ધોવાથી, ડૈંડફ (ખોડો) અને ફંગસના કારણે કે ક્યારેક ક્યારેક માથાની ત્વચામાં સંક્રમણના કારણે થાય છે.આ સમસ્યાથી તરત કેવી રીતે રાહત મેળવી શકાય તે અંગે અમે તમને જણાવીશું.
તો આવો જોઇએ કેટલાક ઘરગથ્થુ ઉપચાર…માથામાં ખોડો થવાનું કારણ વાળના મૂળ ડ્રાય થઇ જાય છે. આ ડ્રાયનેસના કારણથી માથામાં ખંજવાળ આવવા લાગે છે. કેટલીક વખત આ ખંજવાળ તમારી શરમનુ કારણ બની જાય છે. કારણકે જાણતા-અજાણતા તમારા હાથ વારંવાર ખંજવાળવા માટે માથામાં નાખો છો.માથામાં ખંજવાળની સમસ્યા થવી ખૂબ સામાન્ય વાત છે.
પરંતુ જે સમયે સ્કેલ્પ ઇરિટેટ થાય છે તે સમય આપણું આખુ ધ્યાન માત્ર ખંજવાળ તરફ કેન્દ્રિત થઇ જાય છે. કેટલીક વખત આ સમસ્યા એટલી વધારે વધી જાય છે કે આપણે ખરાબ રીતે પરેશાન થઇ જઇએ છીએ અને બન્ને હાથથી માથામાં ખંજવાળવા લાગીએ છીએ. માથામાં ખોડો અને બળતરાની પરેશાન ત્વચા સ્થિતિને મેડિકલ ભાષામાં સેબોરહાઇક ડર્મેટાઇટિસ પણ કહેવામાં આવે છે.
ડ્રાયનેસની સમસ્યાથી સ્કેલ્પ ઇરિટેટ થાય છે અને ખંજવાળવા પર ત્વચામાં બળતરા થવા લાગે છે.કેટલીક વખત ખોડાના કારણે ખંજવાળ આવે છે અને બળતરા થવા લાગે છે. જેના માટે તમે નારિયેળથી માથામાં મસાજ કરી શકો છો. ધ્યાન રાખો કે આ તેલ શુદ્ધ હોવું જોઇએ. જેથી તમને આરામ મળે છે. આ તેલમાં lauric acid હોય છે.
જેની મદદથી તેલ જલદી ત્વચામાં સમાઇ જાય છે અને ખંજવાળની સમસ્યાથી રાહત આપે છે.વાળના મૂળમાં ખંજવાળની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ તેલમાં એન્ટીફંગલ અને એન્ટી સેપ્ટિક પ્રોપર્ટીઝ હોય છે. તે વાળના સ્કેલ્પને શાતં કરવામાં મદદરૂપ થાય છે. તેના 10-15 ટીંપા અને શેમ્પુમાં મિક્સ કરીને વાળ ધોતા પહેલા વાળના મૂળમાં લગાવી લો.
તે બાદ વાળ ધોઇ લો, તમે તેને ઓલિવ ઓઇલમાં મિક્સ કરીને વાળના મૂળમાં મસાજ કરી શકો છો.વાળના મૂળમાં વધારે પ્રમાણમાં ખંજવાળ અને બળતરા થાય છે તો તમને સોરાયસિસ પણ હોય શકે છે. આવી સ્થિતિતમાં ડોક્ટરની જરૂરથી સલાહ લો. જો તમને ઘરેલું ઉપાયથી આરામ ન મળે તો સ્કિન અને હેર સ્પેશ્યાલિસ્ટથી કંસલ્ટ કરો.
Leave a Reply