આ આદતથી સ્વાસ્થ્યલક્ષી લાભ અને દિવસભર તાજગી છવાયેલી રહે છે

શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ તેના દિવસની શરૂઆત પૂજા કર્યા પછી જ કરવી જોઈએ.  મન અને શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે. સવારની પૂજાની જેમ જ સાંજે પણ પૂજા કરવામાં આવે છે.પરંતુ સવારે થતી પૂજાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ મહત્વનું કારણ છે કે સવારે પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.

સવારે પ્રાત:કાળમાં પૂજા કરવાથી મન શાંત થાય છે.ઊંઘ કર્યા પછી કરેલી દિવસની શરૂઆત પ્રફુલ્લિત મનથી થાય છે. આ સિવાય સવારે પૂજા કરવાથી કયા કયા લાભ થાય છે વાંચો અહીં. પૂજા માટે સવારે વહેલા પથારીનો ત્યાગ કરી સ્નાનાદિ કર્મ કરવું પડે છે.આ સવારે વહેલા ઉઠવાની આદત સ્વાસ્થ્યલક્ષી લાભ આપે છે અને દિવસભર તાજગી છવાયેલી રહે છે.

મેડિટેશન માટે બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ સારો હોય છે. કારણ કે આ સમયે વાતાવરણમાં શુદ્ધતા હોય છે.સવારના સમયે ભગવાનનું ધ્યાન કરવામાં મંત્રોચ્ચાર કરવામાં આવે છે. પૂજા કરવાથ મન અને શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે. સવારે પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.

દિવસની શરૂઆત પ્રફુલ્લિત મનથી થાય છે.બ્રહ્મ મુહૂર્તમાં કરેલા મંત્ર જાપ સૌથી ઉત્તમ ફળ આપે છે. સવારના સમયે મનમાં વ્યર્થ વિચારો હોતા નથી. ભગવાનની ભક્તિ માટે જે એકાગ્રતા જોઈએ છે તે સવારના સમયે મળે છે. એકાગ્રતા સાથે કરેલી પૂજાનું ફળ અચૂક મળે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *