ઘણા વૃક્ષો ની તો એવી પ્રજાતિઓ પણ હોય છે, જેનું ફક્ત ધાર્મિક મહત્વ જ નથી, પરંતુ એની અંદર ઘણા ઔષધીય ગુણ પણ રહેલા છે. લીમડા નું વૃક્ષ એમાંથી જ એક છે. તમને લગભગ દરેક ગલી માં એક લીમડા નું વૃક્ષ જરૂર જોવા મળશે. લીમડા નું વૃક્ષ ખુબ જ કામ આવે છે.
એના ઉપયોગ થી શરીર ની ઘણી બીમારીઓ દુર કરી શકીએ છીએ. એટલું જ નહી આ લીમડો ઘર ના વાસ્તુ ને યોગ્ય કરવામાં પણ સહાયક સિદ્ધ થાય છે. આજે અમે તમને લીમડાના ઝાડ ના ફાયદા વિશે જણાવીશું.
લીમડાનું ઝાડ કુંભ અને મકર રાશિના લોકો માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. એ સિવાય ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર માં જન્મેલા લોકો માટે પણ આ લાભકારી ગણાય છે. આ લોકો ને ઘરમાં લીમડા નું ઝાડ લગાવીને એની પૂજા કરવી જોઈએ.
જ્યોતિષશાસ્ત્ર નું માનવામાં આવે તો ગળામાં લીમડાના ઝાડ ની માળા ધારણ કરવાથી શનિ ના અશુભ પ્રભાવ થી બચી શકાય છે. એટલા માટે જો તમારી ઉપર શનિ ની દશા હોય તો લીમડાની માળા તમને અશુભ થવાથી બચાવી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે લીમડા ના ઝાડ ના માધ્યમથી શનિ અને કેતુ ગૃહ સાથે જોડાયેલી સમસ્યાઓનો નિકાલ કરી શકો છો. જો તમારી કુંડળીમાં શનિ અથવા કેતુ ભારે હોય તો લીમડા નો ઉપાય તમારા માટે કામ આવી શકે છે. શનિ ની શાંતિ માટે તમે લીમડાની લાકડી નો હવન ઘર માં કરવો જોઈએ. જયારે કેતુ ની શાંતિ માટે લીમડા ના પાંદડા ને જળ માં નાખીને સ્નાન કરવું લાભકારી હોય છે.
ઘર ના દક્ષિણ ભાગ અથવા વાયવ્ય ખૂણા માં લીમડા નું ઝાડ લગાવવાથી ઘર માં દરેકનું સ્વાસ્થ્ય સારું રહે છે. લીમડાનું ઝાડ જે ઘરમાં હોય છે, ત્યાં દેવી દેવતાઓ ની કૃપા દ્રષ્ટિ બની રહે છે. એની સાથે જ એને પિતૃ ની કૃપા પણ મળે છે. આવી રીતે પિતૃ દોષ પણ દુર થાય છે.
Leave a Reply