ભોળેનાથ નું માત્ર નામ લેવાથી પ્રસન્ન થઇ જાય છે. એટલે જ તેને ભોળેનાથ કહે છે. ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે જો કોઈ પણ ભક્ત તેને સાચા મનથી પાણીનો એક લોટો જળ અર્પિત કરે છે, તો પણ ભોલાનાથ પ્રસન્ન થઈ જાય છે. શિવપુરાણમાં શિવ શંકરની પૂજામાં ફૂલ ચડાવાનું મહત્વ બતાવ્યુ છે.
મહાદેવને બીલી પત્ર પસંદ છે. એ બધા જાણે છે. પણ શું તમને એ ખબર છે કે એને શમી વૃક્ષના પાંદડા પણ પસંદ છે.શમીનું વૃક્ષ પૂજનીય અને પવિત્ર છે. ઘરમાં શમીનું વૃક્ષ લગાવવાથી કુંડળી અને વાસ્તુ બંને નો દોષ દુર થઇ જાય છે.શિવપુરાણ અનુસાર શિવલિંગ પર બીલી પત્રની સાથે શમીના પાંદડા ચડાવાથી શની દોષનું નિવારણ થાય છે.
શમીના પાંદડા શિવલિંગ પર અર્પિત કરવાથી ધન અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે.સવારે મંદિર જાવ તો તાંબાના લોટામાં ગંગાજળ અથવા પછી લીટામાં પહેલા ગંગાજળ નાખીને પછી એમાં ચોખ્ખું પાણી ભરી લો. તમારી સાથે શમીના પાંદડા, ચોખા, સફેદ ચંદન, ધતુરો-ભાંગ, લઈને જાવ. પછી પાણીથી ભોળેનાથનો અભિષેક કરો.આ દરમિયાન તમારા મનમાં નમ શિવાય: મંત્રનો કરતા રહો
પછી ચોખા, બીલીપત્ર, સફેદ કાપડ, અને મીઠાઈની સાથે શમીના પાન પણ ચડાવો. તે પછી ધૂપ, દીવો અને કપૂરથી શિવજીની આરતી કરો અને પ્રસાદ વિતરણ કરો.આવું દરરોજ કરવાથી કુંડળીમાં શની, રાહુ-કેતુના અશુભ પ્રભાવ દુર થાય છે અને દુર્ભાગ્યથી છુટકારો મળે છે. જો લાંબા સમયથી કોઈ કામમાં સફળતા નથી મળતી તો આમાં સફળતા મળે છે. સાથે જ ઘર પરિવારમાં સુખ-શાંતિ સમૃદ્ધિ આવે છે.
Leave a Reply