હિંદુ ધર્મ પુરાણો અનુસાર જાણો કઈ રીતે થયા હતા દેવી પાર્વતી અને શિવજીના વિવાહ

દંપતીના લગ્ન પુરા વિધિ વિધાનથી અગ્નિ ની સાપેક્ષ કરવામાં આવે છે. આજે અમે જણાવીશું માતા પાર્વતી અને ભગવાન શિવજીના શુભ લગ્નની કથા વિશે, જેને જાણીને તમે ખુબજ પ્રસન્ન થઇ જશો તો ચાલો જાણીએ એ કથા વિશે.જયારે બે વ્યક્તિ લગ્ન ના પવિત્ર બંધન માં બંધાય છે ત્યારે તેમની જવાબદારીઓ વધે છે.

અને તેઓ પૂરી જીંદગી એકબીજાના બની રહેવાના વચન થી બંધાય છે. હિંદુ ધર્મ પુરાણો અનુસાર મહાશિવરાત્રી ના દિવસે જ માતા પાર્વતી અને ભગવાન શિવના શુભ લગ્ન થયા હતા. માતા પાર્વતી ભગવાન શિવજી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. અને દરેક દેવી દેવતાઓ પણ એવું જ ઈચ્છતા હતા કે રાજકન્યા પાર્વતી ના લગ્ન ભગવાન શિવજી સાથે જ થાય.

દેવતાઓ એ કંદર્પ ને માતા પાર્વતીની મદદ કરવા માટે મોકલ્યા. પરંતુ ભગવાન શિવે તેને પોતાની ત્રીજી આંખ દ્વારા ભસ્મ કરી દીધા હતા. અને તેમજ માતા પાર્વતીજીએ નક્કી કરી લીધું હતું કે જો એ લગ્ન કરશે તો ભગવાન શિવજી સાથે જ કરશે. શિવજીને પોતાના પતિ બનાવવા માટે માતાએ ખુબજ તપસ્યા કરી હતી.

તેથી જ ભગવાન શિવજીએ પોતાની આંખો ખોલી અને માતા પાર્વતીને કહ્યું કે એ કોઈ સમૃદ્ધ રાજકુમાર સાથે લગ્ન કરી લે, અને એ પણ જણાવ્યું કે એક તપસ્વી સાથે રહેવું કઈ આસાન નથી. પરંતુ માતા પાર્વતી ના માન્ય તેણે નક્કી કર્યું હતું કે એ લગ્ન કરશે તો ફક્ત શિવજી સાથે જ.

પછી માતા પાર્વતીજીની આટલી બધી જીદ ના કારણે ભગવાન શિવજી પીગળી ગયા. અને તેમની સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયા. શિવજીને લાગ્યું કે પાર્વતી તેની જેમજ જીદ્દી છે તેથી આ જોડી સારી બનશે. અને લગ્નની તૈયારી ચાલુ થઇ ગઈ. પરંતુ સમસ્યા એ હતી કે શિવજી એક તપસ્વી હતા અને એમના પરિવારમાં કોઈ જ નાં હતું.

એક વરે પોતાના પરિવાર સાથેજ જાન લઈને આવવું પડે કન્યાનો હાથ માંગવા તેથી ભગવાન શિવ પોતાની સાથે ડાકણ, ભૂત-પ્રેત, અને ચુડેલો ને લઈને આવશે એવો નિર્ણય કર્યો. અને આ બધાયે શિવજીને ભસ્મથી સજાવી દીધા. જયારે આ અનોખી જાન પાર્વતીજીના દ્વાર પર પહોચી તો દેવતાઓ હેરાન થઇ ગયા.

મહિલાઓ પણ ડરીને ભાગી ગઈ અને શિવજીને આ અનોખા રૂપમાં જોઈ પાર્વતીજી ના માતાજી પણ તેને સ્વીકાર ના કરી શક્યા.અને તેણે પોતાની દીકરીનો હાથ આપવાની ના પાડી દીધી. અને પરિસ્થિતિ ખરાબ થતા જોઈ માતા પાર્વતી જીએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે તેઓ પૂરી રીત રીવાજ થી તૈયાર થઇ ને આવે.

શિવજી એ એમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને દેવતાઓને કહ્યું કે તેને પૂરી રીત રીવાજ થી તૈયાર કરવામાં આવે.પછી જયારે ભગવાન શિવ દિવ્ય રૂપમાં ત્યાં પહોચ્યા તો પાર્વતીજી ના માતાએ તેમને તરત જ સ્વીકાર્યા. અને બ્રહ્માજીની હાજરીમાં તેમના લગ્ન સમારોહ ચાલુ થયો. તેમજ માં પાર્વતી અને શિવજી એ એક બીજાને વરમાળા પહેરાવી અને લગ્ન સમાપ્ત થયા.

 

 


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *