તમે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહ્યા છો તો જરૂર વાંચો આ કથા

માતા વૈષ્ણોદેવીથી લોકો એમની મનોકામના પૂરી કરવા દર્શન માટે એના મંદિરે જાય છે. એવામાં તમે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહ્યા છો તો ત્યાં જવાની પહેલા એની આ કથા જરૂર વાંચો. તમે આ કથાને વાંચીને માતા વૈષ્ણો દેવી વિશે જાણી શકો છો.આવો બતાવીએ છીએ પોરાણિક કથા. માતા વૈષ્ણોદેવી કથામાં વૈષ્ણવના સંબંધમાં જે ધાર્મિક અને પોરાણિક કથાઓ પ્રચલિત છે

એમાં બે કથાઓ જ મોખરે છે. એનું વિવરણ નીચે આપવામાં આવ્યું છે. માં ના પ્રસિદ્ધ ભક્ત શ્રી ઘર એ એક વાર બધી દેવીઓને જમાડવા માટે વિચાર્યું,માં ના આશીર્વાદથી બધી કન્યા જમવા માટે આવી ગઈ, માં વૈષ્ણોદેવી પણ એ કન્યાઓની સાથે બેસીને જમવા લાગ્યા. બધું લઇ પણ બાધા વગર સમ્પન્ન થઇ ગયું

જમ્યા પછી જયારે બધી કન્યાઓ એમના ઘરે જતી રહી ત્યારે માં વૈષ્ણો એ શ્રીઘરને પુરા ગામને જમવા માટે આમંત્રણ આપવા જવાનું કીધું,ફરી વળતા શ્રીઘર એ ગુરુ ગોરખનાથ અને એના શિષ્ય બાબા ભૈરવનાથને પણ જમવાનું આમંત્રણ આપી દીધું. પુરા ગામ વાળા આશ્ચર્યચકિત થઇ ગયા. માં વૈષ્ણોદેવી એ બધાને એક વાસણ થી જમવાનું શરૂ કરાવી દીધું

પરંતુ બાબા ભૈરવ નાથ એ માંસ ખાવાની ઈચ્છા કરી,માં વૈષ્ણોદેવી એ કહ્યું કે આ બ્રાહ્મણની રસોઈ છે અહિયાં, માંસ બની શકશે નહિ, પરંતુ બાબા ભૈરવનાથએ જીદ ના છોડી, બાબા ભૈરવનાથએ માં વૈષ્ણોને પકડવાની કોશિશ કરી અને માં એના કપટને જાણીને વાયુરૂપ માં માતા ત્રિકુટ પર્વત પર ઉદી ગયા માંની રક્ષા માટે હનુમાનજી એની સાથે હતા,

રસ્તામાં હનુમાનજીને તરસ લાગવા પર માતા એ બાણ ચલાવી પહાડ માંથી જલધારા કાઢી, હનુમાનજી એ પાણી પી ને તરસ મિટાવી અને માતા એ એના કપડા એમાં ધોયા, અને આ સ્થાનને બાણગંગા ના નામથી ઓળખવામાં આવે છે. માં ત્રિકુટ પર્વત પર ગુફા ની અંદર પહોંચી ગયા.

ભૈરવનાથ પણ માં ની પાછળ પાછળ પહોંચી ગયા હનુમાનજીએ ભૈરવનાથ ને બતાવ્યું  તમે જે કન્યા ની પાછળ પડ્યા છો તે શક્તિશાળી જગદંબા છે. પરંતુ ભૈરવનાથ એ વાત ન માની માં ગુફા ની બીજી બાજુ થી રસ્તો બનાવીને નીકળી ગયા,આ સ્થાન અર્ધ કુમારી, ગર્ભજુન, અથવા આદીકુમારી ના નામથી પ્રસિદ્ધ છે અહિયાં અર્ધ કુવારી થી પહેલા માં ના ચરણ પાદુકાઓ પણ છે

જ્યાં એમને ભૈરવનાથ ને જોયા હતા. માં ગુફા ની અંદર જતા રહ્યા બહાર હનુમાનજી ભૈરવ ની સાથે યુદ્ધ કરવા લાગ્યા, લડતા લડતા જયારે હનુમાનજી ની શક્તિ વધવા લાગીત્યારે માતા એ ગુફામાં થી બહાર નીકળી ભૈરવ સાથે યુદ્ધ કર્યું અને એનું મસ્તક કાપી નાખ્યું. માં જાણતી હતી ભૈરવનાથ આ બધું મોક્ષ ની ઈચ્છા માટે કરે રહ્યો છે

ભૈરવનાથ એ જયારે માં પાસે થી માફી માંગી ત્યારે માં એ એને મૃત્યુ ના ચક્ર થી મુક્ત કરી વરદાન આપ્યું કે મારા દર્શન ના પશ્ચાત જ્યાં સુધી ભક્ત તમારા દર્શન કરી ના લે ત્યાં સુધી યાત્રા એની પૂરી માનવામાં નહિ આવે,આ વચ્ચે માં વૈષ્ણવી એ ત્રણ પીંડ નો આકાર લીધો અને હંમેશા માટે ધ્યાનમગ્ન થઇ ગયી. એમના સ્વપ્ન ના આધારે શ્રીઘર ગુફા ની બાજુમાં ગયા અને માં ની આરાધના કરી માં એ એને દર્શન માટે ત્યારથી શ્રીઘર અને એના વંશજ માં વૈષ્ણોદેવી ની પૂજા અર્ચના કરતા આવી રહ્યા છે.


Posted

in

,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *