કાશી ની અંદર નવાપુરા ક્ષેત્રની અંદર એક રહસ્યમય કૂવો આવેલો છે. આ કુવાની અંદર એક માન્યતા છે કે, આ કુવાની ઉંડાઈ એટલી વધુ છે કે, તેનો રસ્તો સીધો નાગલોક સુધી પહોંચે છે. અહીંના લોકોની એવી માન્યતા છે કે આ કૂવાના દર્શન માત્ર થી દરેક લોકોના દુઃખ દૂર થઈ જાય છે.અને સાથે સાથે દરેક વ્યક્તિને સર્પદંશના ભયથી પણ છુટકારો મળે છે.
એવું કહેવામાં આવે છે કે આ કૂવાના પાણીના સ્નાનથી વ્યક્તિના દરેક પાપનો નાશ થઈ જાય છે અને કાલ સર્પ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે.કાશી ની અંદર આવેલા આ કૂવા ની બાજુમાં નાગપાંચમના દિવસે ખૂબ મોટો મેળો લાગે છે. અને ત્યારબાદ આ કૂવામાં અનેક પ્રકારના પૂજન કાર્ય કરવામાં આવે છે
અને ત્યારબાદ શિવ ભક્તો દ્વારા આ કુવાની અંદર સ્નાન કરવામાં આવે છે કે જેથી કરીને તેને પોતાના દરેક પાપ માંથી છુટકારો મળે. નાગપાંચમના દિવસે શિવભક્તો દ્વારા માત્રા કુવાના દર્શન માત્ર થી પોતાના દરેક દુઃખો દૂર થઈ જાય. કહેવાય છે કે આ કૂવાની રચના સ્વયં ભગવાન શંકરે કરી હતી.
ત્યારબાદ નાગવંશ ના મહર્ષિ પતંજલિ દ્વારા આ જગ્યાએ મહાભાષ્ય ની રચના કરવામાં આવી હતી. જે લોકો માટે જ્ઞાનના ભંડાર સ્વરૂપ સાબિત થયું અને ત્યારથી જ ધીમે ધીમે આ કુવાની નામના આસપાસના વિસ્તારની અંદર ફેલાતી ગઈ.
અને લોકો ની શ્રદ્ધા આ કુવા ઉપર ધીમે ધીમે વધતી ગઈ. આજે હજારો શિવ ભક્તો દૂરદૂરથી આ કુવા ના દર્શન કરવા માટે આવે છે. અને પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી પોતાની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવે છે.
Leave a Reply