તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરવા માટે અપનાવો આ સરળ ઉપાય

લીમડામાં અનેક ઔષધિય ગુણોનો ભંડાર છે. રોજિંદા આહારમાં લીમડાના વપરાશથી દિમાગ તેજ થાય છે. લીમડાના સેવનથી યાદશક્તિ નબળી થઇ જવી તેમજ અલ્ઝાઇમર જેવી બીમારીઓમાં લાભ થાય છે. ખાસ કરીને દાળ-કઢીમાં વઘારમાં વપરાતો અને સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં ઉપયોગમાં લેવાતો મીઠો લીમડો હેલ્થ માટે પણ ખૂબજ ઉપયોગી છે.

મીઠા લીમડાના પાનની સાથે-સાથે મૂળ પણ ખૂબ ઉપયોગી છે.એક સંશોધનના અનુસાર, લીમડો ડાયાબિટસથી પીડાતા લોકો માટે ફાયદાકરક છે. આ ઉપરાંત જે લોકો પોતાના વધી ગયેલા વજનથી પરેશાન છે, તે માટે પણ લાભદાયક નીવડયો છે. આર્યુવેદના અનુસાર લીમડામાં સમાયેલા પોષક તત્વો વિવિધ બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદગાર છે.

તમને આ જાણીને નવાઈ લાગશે કે મીઠા લીમડાનો ઉપયોગ કરીને તમે તમારું વજન પણ ઘટાડી શકો છો તો હા ખરેખર આ સાચું છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ આ મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર ઉપલબ્ધ હોય છે તેવું માનવામાં આવે છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તે તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરી દે છે

શરીરની અંદર જમા થયેલા વધારાના કચરાને બહાર ફેંકવામાં મદદરૂપ સાબિત થાય છે તેવું કહેવામા આવ્યું છે અને આથી જ મીઠા લીમડાનું સેવન તમારા શરીરમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે કે જેથી કરીને તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે તો આ માટે તમારે આનો ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે.

લીમડામાં આર્યન અને ફોલિક એસિડની પર્યાપ્ત માત્રા હોય છે. જે એનિમિયાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. તેનામાં સમાયેલ વિટામિન એ અને સી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ડાયાબિટિસ: ડાયાબિટિસથી પીડાતી વ્યક્તિઓ માટે લીમડાના સેવનની સલાહ આપવામાં આવે છે. તેમાં સમાયેલ ફાઇબર ઇન્સુલિન પર સકારાત્મક પ્રભાવ નાખે છે. જેથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે.

ત્વચાને લગતી સમસ્યાઓ:: લીમડો એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ છે. તે ત્વચા સાથે જોડાયેલી ઘણી તકલીફોને દૂર કરવામાં સહાયક છે. તેમજ તે સ્કિન ઇન્ફેકશનથી રક્ષણ આપે છે.

લિવર:લિવર માટે લીમડાને ગુણકારી કહ્યો છે. અધિક માત્રામાં આલ્કોહોલનું સેવન અથવા તો અસમતોલ આહારથી લિવર બગડવાની શક્યતા વધી જતી હોય છે. કમજોર લિવર માટે લીમડો ફાયદાકારક છે. તેમાં સમાયેલા વિટામિન એ અને સી લિવર માટે લાભકારી છે.

તનાવ દૂર કરે છે: માનસિક તાણથી મગજને શાંત કરવામાં મદદ કરે છે. એક સંશોધનના અનુસાર સાબિત થયું છે કે, લીમડામાં સમાયેલ લિનાલૂલ નામનું તત્વ માનસિક તાણને દૂર કરે છે.એન્ઝાઇટી અને ડિપ્રેશનન ઓછું કરવા માટે લીમડાનું તેલ ફાયદાકારક સાબિત થયું છે. રાતના સૂતા પહેલા તકિયા પર બે-ત્રણ ટીપા કરી લીફ એસેન્શિયલ ઓઇલના છાંટવા.

  • મીઠા લીમડાના મૂળના અર્કનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છે. અને ઘા કે ડાઝેલા ભાગ પર લગાવવાથી જલદી રૂઝ આવે છે.
  • મીઠો લીમડો ગ્લુકોઝની લોહીમાં મિક્સ થવાની ક્રિયાને ધીમી પાડે છે જેથી બ્લડ શુગર ઘટે છે અને ડાયાબિટીઝ કંટ્રોલમાં રહે છે.
  • મીઠા લીમડાના પાન સાથે બીજી કોઇપણ વસ્તુ ખાવાથી તેનું પાચન ધીરે-ધીરે થાય છે. શરીરને લાંબા સમય સુધી એનર્જી મળ્યા કરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
  • નાળિયેર તેલમાં મીઠા લીમડાનાં પાન બરાબર ઉકાળી આ તેલ વાળમાં નાખવાથી વાળ મજબૂત બને છે અને ગ્રોથ પણ વધે છે.
  • મીઠા લીમડાનાં પાનની બરાબર ચાવીને પેસ્ટ બનાવવી અને આ પેસ્ટમાં થોડું મીઠું મિક્સ કરી આખા મોંની સફાઇ કરવાથી મોં ચોખ્ખુ અને જર્મ ફ્રી રહે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *