નટુકાકાને ચાહકો માટે એક ફરીથી ખરાબ સમાચાર,ફરીથી કેન્સર ઉથલો માર્યો છે નટુકાકા ના જીવનમાં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોના  શોના દરેક પાત્રો એ આપણા રોજના જીવનમાં એક અલગ સ્થાન બનાવી લીધું છે અને આપણે તેમને ક્યારેય ભૂલી શકે તેમ નથી.ઘનશ્યામ નાયક 77 વર્ષના છે અને 100 થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તે વર્ષો દરમિયાન અનેક ગુજરાતી નાટકો અને સ્ટેજ શોમાં પણ જોવા મળી ચૂક્યા છે.

તે ખીચડી, સારાભાઇ વર્સ સારાભાઇ , ડિલ મિલ ગયે, સારથી અને ગુજારાતી શો, છુંટા છેડા જેવા લોકપ્રિય ટેલિવિઝન શોમાં જોવા મળ્યા હતાં.તેણે બરસાત, ઘટક, ઇશ્ક, તેરા જાદુ ચાલ ગયા, હમ દિલ દે ચૂકે સનમ અને તેરે નામ જેવી ફિલ્મોમાં પણ ઘણી નાની ભૂમિકાઓ ભજવી છે . હાલમાં અભિનેતા નટવરલાલ પ્રભાશંકર ઉંધાઇવાલાને ટીએમકેઓસી પર ભજવતા જોવા મળે છે

અને તે પ્રેક્ષકોને ખૂબ પસંદ આવે છે.ઘનશ્યામ નાયકના ગળાના ભાગે એક ગાંઠ થઇ હતી. જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેથી તેમણે ગાંઠની સર્જરી કરાવી છે. ઘનશ્યામ નાયકે ગાંઠની સર્જરી મુંબઈની સૂચક હોસ્પિટલમાં કરાવી હતી. સર્જરી દરમિયાન ઘનશ્યામ નાયકના ગળામાંથી 8 જેટલી ગાંઠ નીકળી હતી.

ગળાની ગાંઠની સર્જરીના કારણે તેમના દેખાવમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે અને તેમનું વજન ઓછું થઇ ગયું છે.તો નટુકાકાને ચાહકો માટે એક ફરીથી ખરાબ સમાચાર આવ્યા છે કે હાલમાં નટુ કાકાના દીકરા એ જણાવ્યું હતું કે તેમને ફરીથી કેન્સર ઉથલો માર્યો છે.અત્રે નોંધનીય છે કે ગયા સપ્ટેમ્બર મહિનામાં જ નટુકાકા નું કેન્સર નું ઓપરેશન સફળ રહ્યું હતું

ત્યારબાદ તેમને ૩૦ રેડિયેશન તેમજ પાંચ કિમોથેરાપી પણ લીધા હતા. આ સારવાર ઓક્ટોબર મહિના સુધી ચાલી હતી. ત્યારે ફરી એક વખત સીટીસ્કેન કરાવતા નટુકાકાના ફેફસામાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ મળ્યા હતા જે ડોક્ટરના મત અનુસાર કેન્સરના જ સ્પોટ હતા. તેથી હવે ફરી એકવાર કીમો થેરાપી કરવી પડી શકે છે.

વૃદ્ધ નટુકાકા માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી તેથી ડોક્ટરે તેમના શરીરમાં કેમો પોર્ટ બેસાડવાનું સૂચન કર્યું છે. એટલે કે તેમના શરીરમાં નાની ડબિ ફીટ કરવામાં આવે છે જેનાથી સિદ્ધાં કેમોથેરાપી ના ઇન્જેક્શન આપી શકાય છે.અત્રે ચોંકાવનારી બાબત તો એ છે કે આ સ્ટેશનની વચ્ચે પણ નટુકાકાએ દમણ જઈને નું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન તેમના પુત્ર પણ તેમની સાથે હતા.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *