મુગલ કાળ નો એક ખુબ મોટો કવિ, રાજનીતિજ્ઞ, ચતુર મગજ વાળો વ્યક્તિ બીરબલ હતો. તે હંમેશા બાદશાહ અકબરની સાથે રહેતો હતો. બીરબલ અકબરના દરબારમાં મંત્રી હોવાની સાથે સાથે અકબર નો સારો મિત્ર પણ હતો.
સન ૧૫૮૬ માં અકબરની સલ્તનત માં યુસુફજઈ સમુદાય ના લોકોએ અકબરની ખિલાફ વિદ્રોહ કરી દીધો. આ વિદ્રોહ ને શાંત કરવા માટે અકબરે એમના વજીર જૈન કોકા ખાન ના નેતૃત્વ માં એક દળ મોકલ્યું પરંતુ આ દળ હરી ગયું અને પાછુ આવી ગયું.
એના પછી અકબર એ એમના બીજા સૈન્ય દળ બીરબલ ના નેતૃત્વ માં મોકલ્યું. જયારે બીરબલ યુદ્ધ ક્ષેત્રમાં પહોંચ્યો તો અન્ય મુસ્લિમ રજાઓ એ હિંદુ રાજાની સાથે યુદ્ધ કરવા માટે ના પડી દીધી. તો પણ બીરબલ એ યુદ્ધ કર્યું આ યુદ્ધ માં બીરબલની સાથે આઠ હજાર સૈનિક લડી રહ્યા હતા.
બીરબલની સેનાની ઉપર દુશ્મન એ ગોળા અને મોટા પથ્થર નાખ્યા જેમાં બીરબલ અને એની સેના દબાઈને મરી ગઈ. જયારે બીરબલ એ શવને શોધવાનું ચાલુ કર્યું તો બીરબલનું શવ ક્યાંય મળ્યું નહિ. ત્યારે અકબર એ બધા આઠ હજાર શવો ને અગ્નિ દ્વારા અંતિમ સંસ્કાર કરી દીધા કેમ કે બીરબલ નો પણ અંતિમ સંસ્કાર થઇ શકે.
Leave a Reply