જો તમે આ રીતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશો તો ભગવાન ભોલેનાથ તમારા પર તરત જ પ્રસન્ન થઈ જશે

જો તમે મહામૃત્યુજંય મંત્રનો જાપ કરશો તો ભગવાન ભોલેનાથ તમારા પર તરત જ પ્રસન્ન થઈ જશે. શિવ, શંકર, ભોલેનાથ, રુદ્ર, શિવાય વગેરે નામોથી ભક્તો શિવજીનની આરાધના કરે છે. ભોળાનાથ નામ એટલા માટે પડ્યું કારણ કે ભક્તો માટે તે ભોળા છે, અને થોડી કોશિશો પછી તેમની વાત સાંભળી લે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.

જે લોકો ભોલેનાથના ભક્ત હોય છે તેમને કોઈ વાતનો ડર નથી હોતો. શિવની ભક્તિ તેમને એટલા સમર્થ બનાવી દે છે કે તેઓ પોતાની બધી જ મુસીબતોનો સામનો કરી શકે છે. અને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. તેમના મંત્રોના જાપ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.અને જો શિવજીના મંત્રોની વાત કરીએ તો સૌથી પહેલા મહામૃત્યુંજય મંત્ર જ બધાના મગજમાં આવે છે.

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ રોજ આ મંત્રના જાપ કરે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમને ધનની કમી નથી આવતી અને ઉંમર પણ લાંબી થાય છે.મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનાં સૌથી પ્રમુખ મંત્રોમાંથી એક માનવામાં આવે છે. ભગવાન શિવને શાસ્ત્રોમાં મૃત્યુનાં દેવતા પણ કહેવાય છે. એટલા માટે મહામૃત્યુંજય મંત્ર એટલે કે મૃત્યુ પર વિજયનો મંત્ર કહેવામાં આવે છે.

મહામૃત્યુંજય મંત્રનું ફક્ત ધાર્મિક મહત્વ નથી, જો સ્વર વિજ્ઞાન અનુસાર જોવામાં આવે તો મૃત્યુંજય મંત્રનાં અક્ષરોનો સ્વર સાથે ઉચ્ચારણ કરવામાં આવે તો શરીરમાં જે ધ્રુજારી થાય છે, તે આપણા શરીરની નાડીઓને શુધ્ધ કરવામાં અને તેજ કરવામાં મદદ કરે છે.શિવપુરાણ સહિત ઘણા ગ્રંથોમાં મહામૃત્યુંજય મંત્ર વિશે લખવામાં આવ્યુ છે.

જો શિવની પ્રસન્ન કરવા છે તો આ મંત્રનાં જાપ સૌથી સારા છે. જો કોઈ બિમાર હોય, ઘાયલ હોય તો એમની રક્ષા માટે આ મંત્રમાં સંકલ્પ સાથે જાપ ખૂબ અસરદાર માનવામાં આવ્યા છે. ગ્રંથોનું માનવુ છે કે તેનાથી અકાળ મૃત્યુ યોગ ટાળી શકાય છે. આ ઘણા લોકોની જિજ્ઞાસાનો વિષય છે કે આ મંત્રમાં એવુ શું છે કે આ આટલું અસરકારક માનવામાં આવે છે.

તેની પાછળ ફક્ત ધર્મ નથી, તેની પાછળ આખુ સ્વર સિધ્ધાંત છે. તેને સંગીતનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રની શરૂઆત ૐ અક્ષરથી થાય છે. તેનું લાંબા સ્વર અને ઉંડા શ્વાસથી ઉચ્ચારણ કરવામાં આવે છે. આ જ રીતે આખો મંત્ર વાંચવામાં આવે છે. વારે વારે દોહરાવામાં આવે છે. જેનાથી સૂર્ય અને ચંદ્રની નાડીયોમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે.

શરીરમાં રહેલા સપ્તચક્રોની આસપાસ એનર્જીનો સંચાર થાય છે. આ સંચાજ મંત્ર વાંચવાવાળા અને સાંભળવાવાળા પર પણ થાય છે. નાડીઓ અને ચક્રોમાં ઉર્જાનો સંચાર થાય છે. આ ચક્રોનાં કંપનથી શરીરમાં શક્તિ આવે છે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. આ રીતે લાંબા સ્વર અને ઉંડા શ્વાસ સાથે જાપ કરવાથી બિમારીઓથી જલ્દી મુક્તિ મળે છે.

આ પ્રકારે કરવામાં આવે છે મહામૃત્યુંજય મંત્રનાં જાપ, રોજ રૂદ્રાક્ષની માળાથી આ મંત્રનાં 108 જાપ કરવાથી અકાળ મૃત્યુ (અસમય મોત) નો ડર દૂર થાય છે. સાથે જ કુંડલીનાં બીજા રોગ પણ શાંત થાય છે, તેના સિવાય 8 પ્રકારનાં દોષોનો પણ નાશ કરીને, સુખ પણ આ મંત્રનાં જાપથી મળે છે. ૐ ત્ર્યંબકમ યજામહે સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બન્ધનાત, મૃત્યોર્મુક્ષિય મામૃતાત.

અર્થ-અમે ત્રિનેત્ર ભગવાન શિવનું મનથી સ્મરણ કરીએ છીએ. આપ અમારા જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરો છો. જીવન અને મૃત્યુના બંધનથી મુક્ત થઈ અમૃતને તરફ અગ્રસર હો. મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી આપણી કુંડલીનાં માંગલીક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ભૂત-પ્રેત દોષ, રોગ, દુ:સ્વપ્ન, ગર્ભનાશ, સંતાન બાધા ઘણા દોષોનો નાશ થાય છે


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *