ખૂબસૂરત ચમકીલી ત્વચા મેળવવા બજારના રસાયણયુક્ત ફેસપેક લેવાની બદલે બનાવો આ ફેસપેક

ચહેરાને ગ્લોઈંગ અને સુંદર બનાવવા માટે જુદી જુદી રીતો અજમાવે છે,જેથી તેમનો ચેહરો ગ્લોઈંગ અને સુંદર બને.ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કર્યા પછી પણ ઘણી સ્ત્રીઓ અને પુરુષોનો ચહેરો ઘણા કારણોસર તૈલીય થઈ જાય છે.સ્ત્રીઓ અને પુરુષોના ચહેરા તૈલીય હોવાને કારણે સ્ત્રીઓ અને પુરુષોના ચહેરા પર પિમ્પલ્સ શરૂ થાય છે

જે મહિલાઓ અને પુરુષોની સુંદરતાને બગાડે છે.ત્વચાને સુંદર રાખવા આપણે અલગ અલગ અને મોંઘા ભાવની ક્રીમ વાપરતાં હોઇએ છીએ. ખૂબસૂરત ચમકીલી ત્વચા મેળવવા માટે બજારના રસાયણયુક્ત ફેસપેક ઉપયોગમાં લેવાની બદલે ઘરગત્થુનો વપરાશ વધુ ફાયદાકારક રહે છે.

  • દ્રાક્ષના બે ભાગ કરી ચહેરા અને ગરદન પર હળવા હાથે રગડવી. આંખ અને મુખની આસપાસની ઝીણી રેખાઓ પર ખાસ દ્રાક્ષ ખાસ લગાડવી જોઇએ. લગભગ ૨૦ મિનીટ પછી હુફાળા પાણીથી ચહેરો લુછી નાખવો. દ્રાક્ષના પેકથી ત્વચા પરની કરચલી દૂર થાય છે તેમજ ત્વચા યુવાન રહે છે.
  • બનાના ફેસ પેક ત્વચા માટે ટોનિકનું કામ કરે છે એ ત્વચાને હેલ્ધી અને ખૂબસૂરત બનાવે છે.કેળાને બરાબર છુંદી તેનું ક્રીમ જેવું કરવું. તેને ચહેરા પર ૨૦ મિનીટ સુધી લગાડી રાખી ચહેરાને હુંફાળા પાણીથી ધોઇ પછી સામાન્ય પાણીથી ધોવો. આ પછી ચહેરાને લુછી ગુલાબયુક્ત ટોનર લગાડવું. 

 

  • સંતરાની છાલને તડકામાં સુકવી તેનો પાવડર બનાવીને સ્ટોર કરી રાખવો. ઉપયોગમાં લેવું હોય ત્યારે તેમાં થોડુ દૂધ ભેળવી ચહેરા પર લગાડવું અને સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. આ પેક ચહેરા પરના ખીલના ડાઘા તેમજ ધાબા દૂર કરે છે.
  • ઓચિંતાનું બહાર જવાનું આવે અને ચહેરો ફ્રેશ ન લાગતો હોય પાકેલા અનાનસની સ્લાઇ અથવા જ્યુસને ચહેરા પર લગાડવું. સુકાઇ જાય પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું. આ પેકથી ચહેરો ખિલી ઉઠશે.

 

  • ત્રણ-ચાર સ્ટ્રોબેરીને મેશ કરી તેમાં દહીં અને ઓટમીલ ભેળવવું. ચહેરા પર લગાડી સુકાઇ જાય એટલે હુંફાળા પાણીથી ધોઇ નાખવુ. આ પેક ઓઇલી ત્વચા માટે ઉત્તમ છે.
  • એક ટી સ્પૂન સફરજનો રસ, એક ટીસ્પૂન લીંબુનો રસ, બે ટેબલસ્પૂન છાશ, એક ટેબલસ્પૂન રોઝમેરીના પાન, ત્રણ નંગ બિયાં વગરની દ્રાક્ષ, પા ભાગ નાસપિત, અને બે ઇંડાની સફેદીને ભેળવી પેસ્ટ કરવી. કોટન બોલથી આંખની ચારે તરફ અને ચહેરા પર જ્યાં પણ કરચલીઓ દેખાય તેના પર લગાડી સુકાઇ જાય બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો

 

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *