બાજરાના દાણામાં અન્ય અનાજની સરખામણીએ પ્રોટીનની માત્રા અધિક હોય છે અને એમિનો એસિડનું સારું સમતોલન હોય છે. તેમાં ‘લાયસિન’ (lysine) અને મેથિઓનાઇન+સિસ્ટાઇનની(methionine + cystine) ઊંચી માત્રા હોય છે. ઘાસચારાની સરખામણીમાં તેમાં બમણું મેથોઈનાઇન(methionine) છે જે પ્રાકૃતિક પોલ્ટ્રી ઉત્પાદનમાં મહત્વનું છે.
બાજરો એ એક એવી ફસલ છે જે મનુષ્ય અને પશુ બંને માટે ઉગાડવામાં આવે છે. તેની ખેતી મોટાભાગે વિકાસશીલ દેશોમાં કરવામાં આવે છે. તે સુકા વિસ્તારમાં આસાનીથી ઉગાડવામાં આવે છે. ભારતમાં પણ તે ઘણી બધું જગ્યાએ જોવા મળે છે તો ચાલો જાણીએ તેના કેટલાક જબરદસ્ત ફાયદાઓ વિશે.
બાજરાની અંદર ખુબજ માત્રા માં મેગ્નેશિયમ હોય છે. જે હૃદય માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. તે હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી બચાવે છે અને હૃદય ની માંસપેશીઓને મજબુત બનાવે છે.બાજરાની અંદર ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ કરે છે અને ટે આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે.બાજરામાં મેગ્નેશિયમ અને સોડીયમના ગુણ હોય છે. જે ડાયાબીટીસ ઓછી કરવામાં ખુબજ મદદરૂપ સાબિત થાય છે.
પાચન ક્રિયા : બજરામાં રહેલ ફાઈબર પાચન ક્રિયા સક્રિય બનાવે છે. તે ઉપરાંત પેટમાં થતા ગેસ જેવી સમસ્યામાં પણ ખુબજ રાહત આપે છે.
બ્રેસ્ટ કેન્સર: જે મહિલાઓ દરરોજ ૩૦ ગ્રામ બાજરાન ઉ સેવન કરે છે તેમનામાં ૫૦% કેન્સર થવાની સંભાવના ઓછી થઇ જાય છે.
અસ્થમા:જે લોકો ખુબજ લાંબા સમય થી અસ્થમાના રોગ થી પીડાતા હોય તે લોકો માટે બાજરો ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. અને તે અસ્થમાના રોગ ને ખુબજ ઓછા સમય માં દુર કરી દે છે.
Leave a Reply