ગણેશ પૂજાથી કોઇ પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તો તે કાર્ય કોઇ પણ વિઘ્ન વગર પૂરુ થઇ જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જોવામાં આવે તો બુધવારનો દિવસ પરેશાનીઓમાં મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશજી નો દિવસ હોય છે.જ્યોતિષમાં ભગવાન ગણેશજીની કૃપા મેળવવા માટે કેટલાક ઉપાય જણાવ્યા છે જેને કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઇ જશે.
આ દિવસે ભગવાન ગણેશજી ની ખાસ પૂજા અર્ચના કરો છો અને આ દિવસે અમુક ઉપાય અપનાવો છો તો એનાથી તમને ઘણા પ્રકારના લાભ મળે છે. તો ચાલો જાણી લઈએ ભગવાન ગણેશજી ને પ્રસન્ન કરવા માટેના ઉપાય વિશે.ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો એના માટે તમે બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરતા દરમિયાન તમે એને ચૂરમાં ને પ્રસાદમાં રૂપમાં અર્પિત કરી શકો છો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જો ગણેશજી ને મગની સાથે ચૂરમા નો પ્રસાદ અર્પિત કરવામાં આવે તો એનાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે, કારણકે આ ભોગ એને ખૂબ જ પ્રિય છે. જો તમે ધન, વૈભવ ની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો એના માટે બુધવારના દિવસે ભગવાન ગણેશની એમની માથા પર ગાયના ઘીમાં સિંદૂર મિક્ષ કરીને તિલક લગાવવું અને સ્વયં ની માથા પર પણ આ તિલક જરૂર લગાવી લેવું.
એનાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થશે અને ખુશ થઈને તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે.ધાર્મિક શાસ્ત્રોમાં દાન પુણ્ય ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, જો તમે બુધવારના દિવસે કોઈ જરૂરતમંદ વ્યક્તિને એમના સામર્થ્ય અનુસાર કંઇ ને કઈ દાન કરો છો તો એનાથી ભગવાન ગણેશજીની કૃપા મળે છે. જો તમે ધનલાભ પ્રાપ્ત કરવા માંગતા હોય તો એના માટે બુધવાર ના દિવસે ગણેશજી ને પાંચ દૂર્વા અર્પિત કરવા જોઈએ, એનાથી ધન લાભ પ્રાપ્ત થવાની સાથે સાથે બુદ્ધિ અને જ્ઞાન માં પણ વધારો થાય છે. આ ઉપાય ને કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
Leave a Reply