ટીવી સિરિયલ અનુપમાના આગામી એપિસોડમાં, પાખીને લઈને શાહ પરિવારમાં ખુબજ હંગામો થવાનો છે. આગામી એપિસોડમાં બા પોતાનો ગુસ્સો પાખી પર ઉતારવા ની છે. બા પરિવાર માટે પાખીને મૃત જાહેર કરશે.
સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારો સૌથી લોકપ્રિય ટીવી શો અનુપમામાં પાખીના લગ્ને આ દિવસોમાં હંગામો મચાવ્યો છે. પાખીએ માતા, પિતાની સંમતિ વિના અધિક સાથે ચોરાયા લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. જેના કારણે વનરાજ શાહના પરિવારનું નાક કપાઈ ગયું છે. આ વાતનો ખુલાસો થતાં જ સમગ્ર પરિવારે પાખી પર હાહાકાર મચાવી દીધો હતો. અનુપમા તેની પુત્રી પાખીને સત્ય કહે છે. ત્યારે વનરાજ શાહનું લોહી ઉકલી ઉઠે છે. વનરાજ શાહે પાખીના લગ્ન પર પોતાનો ગુસ્સો ઉઠાર્યો, અને પાંખી અને અધિક સાથે ના તમામ સંબંધોનો અંત લાવે છે. આટલું જ નહીં, આ પછી વનરાજ શાહે પાખીને ઘરની બહાર કાઢી મૂકી..
બા પાંખી ના ફોટાને હાર પહેરાવશે. અનુપમા અને વનરાજ પછી પાખીને તેના પિતાના ગુસ્સાનો પણ સામનો કરવો પડશે. બા આખા પરિવારની સામે પાંખી પર ગુસ્સે થશે. તે પોતાના પરિવારની ઈજ્જતને માટીમાં ભેળવીને ગુસ્સામાં પાખીને સત્ય કહેશે એટલું જ નહીં, તે પરિવાર માટે પાખીને મૃત જાહેર કરશે. આટલું જ નહીં, ક્રોધમાં બા પાંખી ના ફોટા પર હાર પહેરાવશે. પાખી આ બધું જોઈને ભાંગી પડશે. અધિક સાથે લગ્ન કરવા બદલ પાખીને ઘણો પસ્તાવો થવાનો છે.
અનુપમા અને અનુજ મદદ કરશે. આ બધામાં અનુપમાને મદદ કરવા અનુજ ફરી એકવાર આગળ આવશે. અનુપમા અને અનુજ પાખીને તેમના ઘરે લઈ જશે. જ્યાં એક નવી મુસીબત પાખીની રાહ જોઈ રહી છે. અનુપમા અને અનુજના આ નિર્ણય પર, વનરાજ અને શાહ પરિવારનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાશે. તે અનુપમા અને અનુજના આ નિર્ણયને ખોટો ગણાવશે.
અનુપમા અને અનુજ બરખાને કાઢી મુકશે. પાખીએ અનુપમાના ઘરે બરખાનો સામનો કરવો પડશે. અનુપમાની ભાભી અને અધિકની બહેન બરખા આગામી દિવસોમાં પાખી માટે ઘરમાં નવી મુસીબતો ઊભી કરવાનો પ્રયાસ કરશે. જેના કારણે આગામી દિવસોમાં પાંખી માટે નવી મુસીબતો ઉભી થવાની છે.
Leave a Reply