અનુપમા ના સેટ પર સુઈ ગયા અનુજ અને અનુપમા સહીત આ બધા કલાકારો, ચાહકો એ આપ્યું આવું રીએક્શન….

અનુપમા બિહાઈન્ડ ધ સીન વીડિયો વાયરલ થયો છેં. સ્ટાર પ્લસના ટીવી શો અનુપમાને હવે કોઈ ઓળખની જરૂર નથી. એક તરફ જ્યાં આ શો ટીઆરપીમાં નંબર વન પર છે ત્યાં ઘણા સેલિબ્રિટીએ તેના ડાયલોગ્સ વગેરે પર વીડિયો પણ બનાવ્યા છે અને શેર કર્યા છે.

અનુપમા અવારનવાર સમાચારોમાં રહે છે અને આ દરમિયાન શોનો એક BTS વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, આશ્લેષા સાવંત અને મુસ્કાન બામને જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by अनुपमा ❤️🧿 (@anupamaa_officials2)


વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અનુપમાના શૂટિંગ સેટનો છે.જ્યાં શોની મુખ્ય કલાકાર રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, આશ્લેષા સાવંત અને મુસ્કાન બામને શૂટિંગ સેટ પર સૂતા જોવા મળે છે. શૂટિંગ સેટ પર હાજર સોફા પર બધા સૂઈ ગયા હતા.આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે અને ચાહકો તેને પસંદ કરી રહ્યા છે. કેટલાક ચાહકોનું કહેવું છે કે આ ટીમ શોને શ્રેષ્ઠ બનાવવા માટે એટલી મહેનત કરી રહી છે કે ઊંઘ પણ ન આવી શકે, તેથી થાકીને સેટ પર સૂઈ ગયા હતા..

અનુપમા સ્ટારકાસ્ટની ફી કેટલી છે?

આ શોમાં મુખ્ય અભિનેત્રી તરીકે રૂપાલી ગાંગુલી છે, જ્યારે સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અલ્પના બુચ અને અરવિંદ વૈદ્ય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. ચાલો તમને જણાવીએ કે અનુપમાની સ્ટારકાસ્ટ એક એપિસોડ માટે કેટલી ફી લે છે.

રૂપાલી ગાંગુલી

ટીવી શો અનુપમામાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી લીડ રોલમાં છે અને તે અનુપમાનું પાત્ર ભજવે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂપાલી ગાંગુલીને અનુપમાના એક એપિસોડ માટે 60,000 રૂપિયા ફી મળે છે.

સુધાંશુ પાંડે

એક્ટર સુધાંશુ પાંડે પણ અનુપમાને લઈને ખૂબ ચર્ચામાં છે. આ શોમાં સુધાંશુ પાંડેના પાત્રનું નામ વનરાજ શાહ છે. જે અનુપમાના એક્સ પતિનો રોલ કરે છે. મળતી માહિતી મુજબ, સુઘાંશ પાંડે પ્રતિ એપિસોડ 50,000 રૂપિયા લે છે.

મદાલસા શર્મા

મદાલસા શર્માની ગણતરી અનુપમાના મુખ્ય પાત્રોમાં પણ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુપમાના મેકર્સ એક એપિસોડ માટે મદાલસા શર્માને 35,000 રૂપિયા ચૂકવે છે. આ શોમાં મદાલસા શર્મા કાવ્યાનું પાત્ર ભજવી રહી છે

આશિષ મલ્હોત્રા

અનુપમામાં આશિષ મલ્હોત્રાનું પાત્ર વનરાજ શાહના મોટા દીકરા તરીકેનુ છે, જેનું નામ પરિતોષ છે.પરિતોષને તોશુ પણ કહે છે.મળતી માહિતી મુજબ પરિતોષનો રોલ કરવા માટે આશિષને દરેક એપિસોડ માટે 33 હજાર રૂપિયા ફી મળે છે.

નિધિ શાહ

અભિનેત્રી નિધિ શાહ ટીવી શો અનુપમામાં પરિતોષની પત્ની કિંજલનું પાત્ર ભજવે છે.આ પાત્રને લઈને તે ઘણી ચર્ચામાં છે.જણાવી દઈએ કે કિંજલના પાત્ર માટે નિધિ શાહ પ્રતિ એપિસોડ 32 હજાર રૂપિયા ફી લે છે.

અરવિંદ વૈદ્ય

અરવિંદ વૈદ્ય શોમાં બાપુજીના પાત્રમાં જોવા મળે છે. જો કે તેનો સ્ક્રીન ટાઈમ ઓછો છે પરંતુ તેનું પાત્ર મહત્વનું છે. હસમુખ શાહનું પાત્ર ભજવવા માટે અરવિંદ વૈદ્યને 25 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ ફી મળે છે.તમને જણાવી દઈએ કે અરવિંદ ટીવી જગતના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે.

અલ્પના બૂચ

અભિનેત્રી અલ્પના બુચ આ શોમાં બાનું પાત્ર ભજવે છે, જે પ્રેક્ષકોને ખૂબ પસંદ છે. માહિતી અનુસાર, અલ્પના બુચને બાના પાત્ર માટે દરેક એપિસોડ માટે 22 હજાર રૂપિયા ફી મળે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *