અનુપમા અને અનુજના જીવનમાં તોફાન બનીને એન્ટ્રી કરશે સુપ્રીયા પીલગાંવકર.. શૉ ને લઈને તોડ્યું મૌન…

રૂપાલી ગાંગુલીનોં શો ‘અનુપમા’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી.રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ફિલ્મ ‘અનુપમા’માં, મેકર્સ ચાહકોને ખુશ કરવા માટે સતત આવા ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ લાવી રહ્યા છે, જેણે ચાહકોની એકસાઈટમેન્ટ સાતમા આસમાને પોહચાડી દીધી છે.

આ દિવસોમાં ‘અનુપમા’માં બતાવવામાં આવી રહ્યું છે કે અનુપમાએ કોલેજમાં એડમિશન લીધું છે અને તે પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ બધા ટ્વિસ્ટ અને વળાંકો વચ્ચે, ‘અનુપમા’ વિશે સમાચાર હતા કે પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુપ્રિયા પિલગાંવકર શોમાં પ્રવેશ કરી શકે છે.જો કે હવે ખુદ અભિનેત્રીએ પણ આ મામલે મૌન તોડ્યું છે.

‘અનુપમા’માં એન્ટ્રીના સમાચાર પર સુપ્રિયાએ કહ્યું સત્ય: મનોરંજનથી ભરપૂર ‘અનુપમા’ વિશે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે સુપ્રિયા પિલગાંવકર અનુપમાના શિક્ષક તરીકે શોમાં પ્રવેશ કરશે જે અનુપમાનો રસ્તો રોકવાનો પ્રયાસ કરશે.

જો કે, આ મામલે મૌન તોડતા સુપ્રિયા પિલગાંવકરે કહ્યું છે કે તેણે ન તો કોઈ શો માટે ઓડિશન આપ્યું છે અને ન તો તેને શોને લઈને કોઈ ફોન આવ્યો છે.E-Times સાથે વાત કરતા સુપ્રિયા પિલગાંવકરે કહ્યું, “તે મારા માટે આશ્ચર્યજનક છે. તે સાચું નથી. મેં તેના વિશે ઇન્ટરનેટ પર વાંચ્યું હતું અને હું પોતે જ વિચારતી હતી કે લોકો આવી વાર્તાઓ કેવી રીતે બનાવી શકે છે હે??

રૂપાલી ગાંગુલીના શો ‘અનુપમા’ વિશે વાત કરતા સુપ્રિયા પિલગાંવકરે વધુમાં કહ્યું, “ન તો મને પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ કોલ આવ્યો છે અને ન તો મેં કોઈ ઓડિશન આપ્યું છે. આ એક ખૂબ જ રસપ્રદ શો છે અને જ્યારે હું લંડન ગઈ હતી ત્યારે લોકો મને ઘણું પૂછતા હતા તે વિશે…

મને પોતે પણ આ શો જોવો ગમે છે પણ મને હજુ સુધી ‘અનુપમા’ માટે બોલાવવામાં આવી નથી. મને ‘સસુરાલ ગેંદા ફૂલ 2’ પછી ઘણી ઑફર્સ મળી હતી, પરંતુ હું બ્રેક લેવા માંગતી હતો.હવે હું ટીવી પર પાછી આવીશ ખૂબ જ ટૂંક સમયમાં.”


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *