ટીવીનો ધમાકેદાર શો ‘અનુપમા’ ટીઆરપી લિસ્ટની સાથે નાના પડદા પર પણ ધૂમ મચાવી રહ્યો છે.રૂપાલી ગાંગુલીના આ રોમાંચક શોને TRP લિસ્ટમાં નંબર વન બનાવવા માટે, મેકર્સ પાખી અને અધિકના વેડિંગ ટ્રેક બતાવી રહ્યા છે.
આ ટ્રેકમાં પણ, અનુપમાએ પોતાની અદમ્ય શૈલીથી હેડલાઈન્સ મેળવવામાં કોઈ કસર છોડી નથી. તે જ સમયે, રૂપાલી ગાંગુલીનો આ શો ટ્વિટર પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. વાસ્તવમાં આ શોમાં અનુપમા અને અનુજનો રોમાંસ લાંબા સમય બાદ બતાવવામાં આવ્યો હતો.બંને મીઠાઈ બનાવતી વખતે એકબીજાને કિસ કરતા જોવા મળ્યા, જેને જોઈને ચાહકોના દિલ પણ ગાર્ડન-ગાર્ડન થઈ ગયા હતા.
મનોરંજનથી ભરપૂર ‘અનુપમા’માં બતાવવામાં આવ્યું હતું કે મીઠાઈ બનાવતી વખતે અનુપમાના ચહેરા પર લોટ આવી જાય છે. તેને સાફ કરવા માટે, અનુજ આગળ વધે છે અને અનુપમાને તેના ગાલ પર કિસ કરી કરે છે.અનુપમા અનુજના કામથી આશ્ચર્યચકિત થઇ જાય છેં ,પરંતુ રોમાંસમાં તેં પણ ઓત પ્રોત થઈને તે ફરીથી તેના ગાલ પર લોટ લગાવે છે. પરંતુ અનુજ તેના પર ધ્યાન આપતો નથી, જેના કારણે તે લોટ સાફ કરવા લાગે છે.આવી સ્થિતિમાં અનુજ તેનો હાથ પકડીને તેને ફરીથી કિસ કરે છે.આ બંને સાથે જોડાયેલા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
Please don’t leave the newly married crown. Please. #Anupamaa #MaAn pic.twitter.com/MAhu1TKr4u
— SrijaDey (@SrijaDe4u) November 9, 2022
અનુજ અને અનુપમાની રોમેન્ટિક સ્ટાઈલ જોઈને ચાહકો પણ ખુબ ખુશ થઇ ગયા હતા. એક યુઝરે લખ્યું, “ન્યુ મેરિડ કપલની જેમ મિસ્ટર અને મિસિસ સાથે તેઓ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની જેમ વર્તે છેં,,નાઇસ ઇટ હેવન .”બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું, “માની લઈએ કે તમે અમારા માટે હંમેશા ન્યુ મેરિડ કપલ જ રહેશો.” એક યુઝરે અનુપમા અને અનુજને એક્સપ્રેશન કિંગ અને ક્વીન કહ્યા અને લખ્યું, “એવું કહેવું ખોટું નહીં હોય કે અનુપમા અને અનુજ કાપડિયા એક્સપ્રેશનના કિંગ અને ક્વિન છે. તેમની આંખો હંમેશા કંઈકને કંઈક બોલતી હોય છે અને હું પણ આ ચીઝી રોમાંસ જોઈને પીગળી જાઉં છું..આ ન્યુ મેરિડ કપલનોં તમારો તાજ કયારેય ઉતારશો નહીં..
Leave a Reply