ટિકટોક સ્ટાર બનેલી લેડી પોલીસ કોન્સટેબલ અલ્પિતા ચૌધરીને ફરીથી કરી દીધી સસ્પેન્ડ, મંદિરમાં ઉતાર્યો હતો વિડીયો…

મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસમાં ફરજ બજાવતી લેડી પોલીસ કોન્સટેબલ અને ટિકટોક સ્ટાર અલ્પિતા ચૌધરીએ વધુ એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોના વિવાદના કારણે મહેસાણા એસપીએ અલ્પિતાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધી છે.

બેચરાજી મંદિરમા પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી દ્વારા હિંદી ફિલ્મોના સોંગ પર ઇન્સ્ટાગ્રામમાં વધુ એક રિલ્સ બનાવ્યા હતા. લેડી પોલીસ કોન્સટેબલ રિલ્સના વીડિયો માટે સોશિયલ મીડિયામાં એક વાર વિવાદમાં આવી હતી.

જોકે વીડિયોના સમાચાર વહેતા થતા મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજ સિંહ ગોહિલે અલ્પિતા સામે તાત્કાલિક પગલાં લઇ તેને સસ્પેન્ડ કરી દીધી છે. આ અગાઉ જુલાઈ 2019 માં, મહિલા પોલીસકર્મીને પોલીસ સ્ટેશનમાં લોક-અપની સામે ફિલ્મી ગીત પર ડાન્સ કરીને ટિક-ટોક પર વીડિયો અપલોડ કર્યો હતો.

પોલીસે મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને તેના કૃત્ય બદલ સસ્પેન્ડ કરી હતી.  પણ કહેવાય છે કે ભાગ્ય ક્યારે ચમકશે તેની કોઈને ખબર નથી. વાસ્તવમાં ટિકટોક વીડિયો બનાવનાર મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ગુજરાતની અભિનેત્રી બની છે.

એટલું જ નહીં, અર્પિતાનું ગુજરાતી આલ્બમ ‘ટિક ટોક ની દીવાની’ લોન્ચ કરવામાં આવ્યું છે. તો હવે તેણે તેણે એક રિલ્સ વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે વિભાગીય તપાસ હાથ ધરી અને અર્પિતાને સસ્પેન્ડ કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે અર્પિતા ચૌધરી ને બીજી વખત ફરજ દરમિયાન રીલસ ઉતારવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *