ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સ્ટોરી હવે નવો વળાંક લેવા જઈ રહી છે. અગાઉના એપિસોડ્સમાં બતાવવામાં આવ્યું હતું કે ઉદયપુર ગયા પછી અક્ષરાનું વલણ બદલાઈ જાય છે. તે અભિમન્યુની નજીક જવા લાગે છે.
જ્યારે, આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અક્ષરા અભિમન્યુને છોડીને અભિનવ પાસે જાય છે. તેણી ફરી એકવાર તેના પતિ અભિનવ અને તેમના પુત્ર અભિર સાથે કસૌલીમાં પોતાનું જીવન જીવવાનું સપનું જુએ છે. પણ..
અક્ષરા અભિનવને ગળે લગાડશે..
એપિસોડની શરૂઆત અક્ષરાએ અભિમન્યુના પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી અભિનવ પાસે જવાથી થાય છે. તે અભિનવને ગળે લગાવે છે.બંનેને આટલી નજીક જોઈ અભિર ચોંકી જાય છે.તે કહે, ‘તમે લોકો પણ એકબીજાને ગળે લગાડો છો?’ આ સાંભળીને અક્ષરા અભિનવને કહે છે, ‘ચાલો આપણે ઘરે જઈએ’.આ સાંભળીને અભિનવ ખુશ થઇ જાય છે.. આ દરમિયાન, અભિમન્યુ તૂટી જાય છે..
અભિમન્યુ દર દર ભટકશે.
અભિમન્યુને અક્ષરાના રિજેક્શનને કેવી રીતે હેન્ડલ કરવું તે ખબર નથી. તે રસ્તા પર ખુલ્લા પગે ભટકવા લાગે છે. ત્યાં બિરલા હાઉસમાં દરેક વ્યક્તિ અભિમન્યુને શોધવા લાગે છે. જ્યારે અભિમન્યુ, જયારે તેનો હોશ ગુમાવી બેસે છે, ત્યારે તેં ખાઈમાં કૂદવાનો પ્રયાસ કરે છે, ત્યારે આરોહી આવીને તેને બચાવે છે.દવાઓના ભારે ડોઝને કારણે તે બેહોશ થઈ જાય છે અને આરોહી તેને ઘરે લઈ આવે છે.
અભિનવ નીલમની માતા સાથે પોતાના દિલની વાત કરશે..
અક્ષરા પણ અભિનવ અને અભિર સાથે તેના ઘરે પહોંચે છે. અભિર પોતાનું ઘર ગંદુ જોઈને ચોંકી જાય છે પણ અક્ષરા પહેલાની જેમ પોતાનું ઘર પાછું કરી દેવાની વાત કરે છે. જોકે, અભિમન્યુના કારણે અભિનવ હજુ પણ પરેશાન છે.
તેના મનમાં ઘણા પ્રશ્નો છે પરંતુ, તે અક્ષરાને તે પ્રશ્નોના જવાબ આપવા માટે સક્ષમ નથી.પછી નીલમ મા આવે છે. તે અભિનવને શાંત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ અભિનવને એ વાતની ચિંતા છે કે અક્ષરાએ અભિમન્યુને છોડીને તેની સાથે આવવાનું કેમ નક્કી કર્યું.???
Leave a Reply