ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડમાં ફેન્સના ફેવરિટ કપલમાંથી એક છે. આ સાથે તેની પુત્રી આરાધ્યા પણ પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંની એક છે. આરાધ્યા ઘણીવાર તેની માતા ઐશ્વર્યા સાથે લગ્ન ફંક્શનમાં જોવા મળે છે.
જ્યાં તેણે હંમેશા પોતાની સાદગી અને ક્યુટનેસથી ચાહકોના દિલ જીતી લીધા છે. હવે ઐશ્વર્યાના પિતરાઈ ભાઈના લગ્નનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં આરાધ્યાની ખાનદાનીએ દરેકના દિલને સ્પર્શી લીધું છે.
આ વીડિયો ઐશ્વર્યાની કઝિન શ્લોકા શેટ્ટીના લગ્નનો છે. જે ફેબ્રુઆરીમાં થયા હતાં. અને ઐશ્વર્યા તેના પરિવાર સાથે ત્યાં પહોંચી હતી. આ લગ્નમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાલ લહેંગામાં જોવા મળી હતી. આ લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
View this post on Instagram
પરંતુ તાજેતરમાં જે વીડિયો સામે આવ્યો છે તે શ્લોકાના વિદાય સમારંભનો છે. વિદાય સમયે, શ્લોકા તેની માતાને ગળે લગાવે છે અને રડવા લાગે છે. અને તે પછી જ્યારે તે તેની બહેન ઐશ્વર્યા અને ભત્રીજી આરાધ્યા પાસે પહોંચે છે,
ત્યારે આરાધ્યા પ્રેમથી રડતી શ્લોકાને છાની રાખતી જોવા મળે છે. વીડિયોમાં તે કહેતી સાંભળી છે કે, શ્લોકા આન્ટી રડશો નહીં, હું ત્યાં જ છું. આરાધ્યા તરફથી આ સાંભળીને ત્યાંના તમામ લોકોના ચહેરા પર એક સુંદર સ્મિત આવે છે.
View this post on Instagram
આરાધ્યાનો આ વીડિયો ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તે ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે.જેના પર ચાહકો પણ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને આરાધ્યા પર પણ ઘણો પ્રેમ વરસાવવામાં આવી રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઐશ્વર્યા હાલમાં મણિરત્નમની પોન્નીયિન સેલ્વનનું શૂટિંગ કરી રહી છે. તમને જણાવી દઈએ કે મણિરત્નમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે.
Leave a Reply