પાચનશક્તિને તંદુરસ્ત રાખવા માટે આ વસ્તુઓથી રહો દુર

પાચનતંત્ર સારું રહે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે.તમામ બીમારીઓની શરૂઆત પાચનતંત્રની ગડબડના કારણે થાય છે.આવી સમસ્યાની અસર તમારા મગજ ઉપર પણ પડે છે. આ સમસ્યા ન થાય અને પાચનતંત્ર મજબૂત બને તે માટે તમે અમુક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.શરીરને ફિટ રાખવા માટે સૌથી વધારે આવશ્યક છે તમારે પોતાની પાચનશક્તિને તંદુરસ્ત રાખવી.

કોઈપણ વ્યકિતનાં ફિટ રહેવાથી તેના પાચનનો ખૂબ સંબંધ હોય છે પરંતુ આજ કાલની બદલતી જીવનશૈલીમાં દરેક વ્યકિત તેની ફિકર કર્યા વગર બજારમાં મળતી તમામ પ્રકારની ઉલ્ટી સીધી ચીજોનું સેવન કરે છે જેની સીધી અસર તેની પાચનશક્તિ પર પડે છે. તો ચાલો જાણી લઈએ એના ઘરેલું ઉપાય.શરીરમાં પાણી હોવું બહુ જરૂરી છે. મોટાભાગના લોકો ઓછું પાણી પીવે છે.

દિવસમાં લગભગ ૨ લીટર પાણી પીવું જોઈએ. જો તમારું પાચનતંત્ર બરાબર ન હોય તો વધારે પાણી પીવું. તે આપણા શરીરમાં પાણીના પ્રમાણને પૂરું પાડે છે જેથી ખાવાનું જલ્દી પચી જાય છે. તેથી પાણી પીવો અને પુષ્કળ પીવો.રોજિંદા ખોરાકમાં વિટામિન સીયુક્ત વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છે. વિટામિન સી પાચનક્રિયાને મજબૂત બનાવવામાં લાભદાયી બની રહે છે.

વિટામિન સીયુક્ત ખોરાકમાં ફાઇબરની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેમજ તેની અંદર સાઇટ્રિક એસિડની માત્રા હોવાથી પચવાની ક્રિયા સારી રીતે થાય છે. બ્રોકોલી, સંતરાં, સ્ટ્રોબેરી, કીવી, લીંબુ વગેરે ખાટાં ફળોનું સેવન દિવસમાંથી એક વાર ચોક્કસ કરવું જોઇએ.લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી છે. તેનું સેવન કરવાથી ઘણી બધી તકલીફો દૂર થાય છે.

તેમજ લીંબુ પાણી પીવાથી પેટનો ગેસ દૂર થાય છે અને પાચનશક્તિ માટે પણ બરાબર છે.એકસાથે વધારે પડતો ખોરાક ખાઇ લેવાથી પણ પાચનતંત્ર બગડી શકે છે. ભાવતો ખોરાક ખાવા બેસીએ ત્યારે મોટાભાગે ખોરાકની માત્રા કેટલી લેવાઇ રહી છે તે વિશે આપણને જાણ નથી હોતી. એકસાથે વધારે પડતું ખાઇ લેવાથી પાચનતંત્ર પર અસર થાય છે.

તે ધીરે ધીરે ખોરાકને પચાવવાનું કામ કરે છે, જેથી ખોરાક સરખો પચતો નથી. માટે ભાવતી વસ્તુ થોડી થોડી કરીને સમયાંતરે ખાવ, તેને એકસાથે ન આરોગી લો.અત્યારે આપણે ફાસ્ટ ફુડ વધારે ખાતા હોઈ છીએ પણ પરંતુ બહુ ઓછા લોકોને તે વાતની ખબર હશે કે ફાસ્ટ ફુડ ખાવાથી આપણું પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. જે લોકો ફાસ્ટ ફુડ વધુ પસંદ હોય છે તે ખરાબ પાચનતંત્ર નો શિકાર બની જાય છે.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *