પન્ના રત્ન ધારણ કરવાથી બુધ ગ્રહ સંબંધિત સમસ્ત દોષ શાંત થઈ જાય છે. પન્નાનવરત્નોમાં એક અસરદાર અને કોમળ પ્રભાવનું રત્ન છે. જે સામાન્ય રીતે બૈરૂજ વર્ગનું રત્ન છે.કેટલીક માત્રાઓમાં આ રત્નમાં ઓક્સીજન અને જળ મળી આવે છે.પન્ના બુધ ગ્રહ નું રત્ન છે. પન્ના ક્યાંય પણ મળે તે ષઠકોણીય હોય છે.આ રત્ન ને સંસ્કૃત ભાષા માં મરકત મણી કહેવામાં આવે છે.
જ્યારે તેનું અંગ્રેજી નામ ઇમરાલ્ડ છે. આ રત્ન ને ધારણ કરવાથી અગણિત લાભ જોડાયેલ છે.સામાન્ય રીતે પન્ના કોઇ જાળ વગરનું ન હોઇ શકે કોઇ દોષ વગર પન્ના મેળવવુ ખુબ મુશ્કેલ છે.તેને પહેરવાના લાભ, પન્ના રત્ન કિંમત અને આ રત્ન થી જોડાયેલ મહત્વપૂર્ણ જાણકારી આ લેખ ના અંદર આપવામાં આવી છે. તો ચાલો જાણી લઈએ એના લાભ વિશે..
પન્ના જેટલું લીલું તેટલું સારું રહેશે. પન્ના ચાંદીમાં અથવા સોનામાં કનિષ્ઠા આંગળીમાં પહેરવી જોઈએ. બુધવારે સવારે પન્ના પહેરવું જોઈએ. પન્ના સાથે હીરો કે મોતીને ધારણ કરવાથી ફાયદો થાય છે.પન્ના વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના જાતકો માટે ફાયદાકારક છે. સિંહ, ધન અને મીન લગ્નમાં તમે ખાસ પરિસ્થિતિમાં પન્ના પહેરી શકો.
મેષ, કર્ક રાશિ, વૃશ્ચિક લગ્ન વાળાએ ભૂલથી પણ પન્ના ધારણ ન કરવો જે લોકો વાણી સંબંધિત કામ કરે છે તેઓએ પન્ના પહેરવું જોઈએ. આર્થિક ક્ષેત્રના લોકો માટે પણ પન્ના પહેરવાનું અનુકૂળ રહેશેપન્ના બુદ્ધિને પ્રખર અને એકાગ્ર કરે છે. તે મનની ચિંતાઓ દૂર કરે છે. પન્નાને ધારણ કરવાથી વાણીની શક્તિ વધી જાય છે.
પન્ના સામાન્ય રીતે વેપાર અને આર્થિક સ્થિતિમાં લાભ આપે છે. પન્ના ધારણ કરવાથી વ્યક્તિત્વ ચમકદાર અને પ્રભાવશાળી થાય છે. ત્વચાના રોગમાં પણ ખુબજ લાભ આપે છે. બુદ્ધિને ભ્રમિત અને મનને પરેશાન કરી શકે છે. આનાથી ખુબ મોટો આર્થિક ફટકો પડી શકે છે. ત્વચાની સમસ્યાઓ સર્જી શકે છે. આત્મવિશ્વાસને ઘટાડી દે છે.
Leave a Reply