આ મંત્રનો જાપ સફળ બનવામાં તમારી મદદ કરશે

જીવન તો સંજોગોને આધીન છે માટે ધંધામાં નિષ્ફળતા મળે તો ડરવાની જરૂર નથી.જીવન માં ઘણીવાર નિષ્ફળતા પણ જરૂરી છે કારણ કે નિષ્ફળતા જીવનના સર્જન માટેનું પગથીયું છે.  જીવનમાં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે અને એના માટે ખુબ જ મહેનત કરે છે પરંતુ જરૂરી નથી જે મહેનત કરે તેણે સફળતા મળી જ જાય. વગર કોઈ મહેનતે સફળતાની ઉંચાઈ સુધી પહોચી જાય છે.

એવા લોકો ઓછા હોઈ છે, પરંતુ તેની કિસ્મત ઘણી જ સારી હોઈ છે.આજના સમયમાં નોકરી ખુબ ઓછી થઈ ગઈ છે અને લોકોની સંખ્યા વધુ. લાખ પ્રયત્નો બાદ પણ તેને મન અનુસાર કામ નથી મળતું. જેના લીધે ઘણા લોકો પરેશાન થઈને ડીપ્રેશનનો પણ શિકાર બની જાય છે. એટલા માટે આજે અમે તમને ખુબ જ લાભકારી આ ૩ મંત્રો વિશે જણાવીશું જે સફળ બનવામાં તમારી મદદ કરશે તો આવો જાણીએ તે શ્લોક વિશે.

मंगलम् भगवान विष्णु मंगलम् गरुड़ ध्वज I
मंगलम् पुंडरीकाक्ष मंगलाय तनो हरी I

જે વ્યક્તિ આ મંત્રનો જપ કરશે તે હમેશા ખુશ રહેશે. આ મંત્રના જાપથી તેણે સુખ સમૃદ્ધી મળશે. માણસના જેટલા પણ અટવાયેલા કામ હશે તે બનવા લાગશે અને તેને સુખનો અહેસાસ થશે. પરંતુ આ શ્લોક સવારના સમય પર જ બોલવો એ જ તેનો યોગ્ય સમય છે. થોડા દિવસ એવું ચાલુ રાખવાથી ઘણો ફર્ક દેખાશે.

गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर I
परमब्रह्मा तस्मै श्री गुरुवे नमः I

સફળતા પ્રાપ્તિનો આ બીજો મંત્ર છે, તેનો જાપ દરરોજ સવારે કરવો જોઈએ. આ મંત્રના મદદથી તેના જીવનમાં શાંતિ જળવાય રહે છે. વ્યક્તિની સફળતા પાછળ કોઈને કોઈ ગુરુનો હાથ જરૂરથી હોઈ છે. એટલા માટે સવારે ઉઠીને તેણે વંદન કરવા જોઈએ.

कराग्रे वसते लक्ष्मी कर मध्ये सरस्वती I
कर मूले गोविंदाय प्रभाते कर दर्शनम् I

સફળતા પ્રાપ્તિનો આ ત્રીજો મંત્ર છે. આ મંત્રનો જાપ સવારે ઉથીને પથારીમાં બેઠા બેઠા જ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારા બંને હાથ આગળની તરફ જોડીને તેણે પુસ્તકની રીતે ખોલી દેવા. ત્યારબાદ મંત્રનો જાપ કરવો. રોજે આ મંત્રનો જાપ કરવાથી તમે તમારા જીવનમાં ફર્ક અનુભવવા લાગશો અને તમને સુખ શાંતિ પ્રાપ્ત થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *